
પ્રશાંત કિશોરની મોટી જાહેરાતઘર સિવાય તમામ સંપત્તિ અને ૯૦% કમાણીનું પાર્ટીને દાનજેએસપીના પ્રશાંત કિશોરે કહ્યું કે, જન સુરાજી એક-એક વોર્ડમાં જશે અને સરકારી વચન પર અમલવારી કરાવશેબિહાર વિધાનસભા ચૂંટણીમાં ૨૩૮ બેઠકો લડીને ઝીરો પર આઉટ થયેલી જન સુરાજ પાર્ટી (JSP)ના નેતા પ્રશાંત કિશોરે પાર્ટી ચલાવવા માટે દિલ્હીનું એક ઘર છોડીને તમામ સંપત્તિ પાર્ટીને દાન કરવાની જાહેરાત કરી દીધી છે. પ્રશાંતે આ સાથે જ પોતાના આવનારા પાંચ વર્ષ સુધી સલાહ આપવાની બદલે કમાણીનો ૯૦ ટકા ભાગ જન સુરાજને ડોનેટ કરવાની જાહેરાત કરી છે. પાર્ટીની હાર માટે ચંપારણના ગાંધી આશ્રમમાં ૨૪ કલાકના પ્રાયશ્ચિત ઉપવાસ તોડ્યા બાદ પ્રશાંત કિશોરે ૧૫ જાન્યુઆરીથી બિહારમાં નવેસરથી પાર્ટીનું અભિયાન શરૂ કરવાની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, જન સુરાજી એક-એક વોર્ડમાં જશે અને સરકારી વચન પર અમલવારી કરાવશે. પાર્ટી મહિલાઓનું ફોર્મ ભરાવશે, જેથી તેમને ૧૦ હજાર મળે અથવા બાદમાં મળનારા ૨ લાખ રૂપિયા પણ સરકાર આપે. પ્રશાંત કિશોરે કહ્યું કે, મહિલાઓને ૧૦ હજાર આપતા સમયે કોઈ શરત મૂકવામાં નહતી આવી પરંતુ, ૨ લાખ રૂપિયા આપવાના નામે અધિકારી શરત જણાવી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાની જે શરત મૂકી છે, તે શરતના અનુસાર, બિહારની દોઢ કરોડ મહિલાઓ પાસેથી ફોર્મ ભરાવીને જમા કરાવવું જન સુરાજના કાર્યકર્તાઓની જવાબદારી છે. રાજ્યના ૧ લાખ ૧૮ હજાર વોર્ડમાં જઈને ફોર્મ ભરાવશે અને જમા કરાવશે. ૨ લાખ રૂપિયા મળશે અથવા તેમને પાઠ ભણવા મળશે કે, ભવિષ્ટમાં ભૂલથી પણ મત વેચવાનો નથી.
પાર્ટીને આગળ ચલાવવા માટે સંસાધન અને પૈસાની જરૂરિયાત પર ચર્ચા કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, ૨૦ વર્ષમાં મેં જે પણ કમાયું છે, દિલ્હીનું એક ઘર પરિવાર માટે છોડીને બાકીની તમામ ચલ-અચલ સંપત્તિને જન સુરાજને દાન કરી રહ્યો છું. આવનારા ૫ વર્ષ સુધી પણ હું જે કમાઇશ, તેનું ઓછામાં ઓછું ૯૦ ટકા પાર્ટીને દાન કરીશ. આ સિવાય સામાન્ય લોકોને અપીલ કરૂ છું કે, વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦૦ રૂપિયાનું દાન જન સુરાજને કરો. હવે હું ફક્ત એવા જ લોકોને મળીશ, જે વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦૦ રૂપિયા જન સુરાજને દાન કરશે. હવે સંઘર્ષનો સમય શરૂ થઈ રહ્યો છે.




