
ડાકોરના PSI આકાશ ચૌધરી સામે પરિણિતા પર દુષ્કર્મની ફરિયાદ.અંજાર પોલીસે પરિણિતાની ફરિયાદના આધારે PSI વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.આ ગંભીર ફરિયાદ નોંધાતાની સાથે જ PSI આકાશ ચૌધરી પોલીસ વિભાગની કાર્યવાહીથી બચવા માટે રજા પર ઉતરી ગયા છે. અંજાર પોલીસે પરિણિતાની ફરિયાદના આધારે PSI વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.
ગુજરાત પોલીસની છબીને લાંછન લગાડતો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડાકોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) આકાશ ચૌધરી સામે એક પરિણિતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં આકાશ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ,PSI આકાશ ચૌધરીએ પરિણિતા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
આટલું જ નહીં, તેમણે પીડિતાને ડરાવવા અને બ્લેકમેઇલ કરવા માટે તેના ખાનગી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જ્યારે પીડિતાએ વિરોધ કર્યો, ત્યારે PSI એ તેને મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ ગંભીર ફરિયાદ નોંધાતાની સાથે જ PSI આકાશ ચૌધરી પોલીસ વિભાગની કાર્યવાહીથી બચવા માટે રજા પર ઉતરી ગયા છે. અંજાર પોલીસે પરિણિતાની ફરિયાદના આધાર PSI વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.




