
બેંગલુરુ પોલીસ વીડિયો જાેતાં જ આ બાબતે તપાસ શરૂ કર.આર્યન ખાને બેંગલુરુની એક હોટલમાંથી મિડલ ફિંગર દેખાડતાં વિવાદ.સોશયલ મીડિયા પર આર્યન ખાનના પ્રશંસકો તેની આલોચના તેમજ સમર્થન એમ બન્ને કરતા જાેવા મળી રહ્યા છે.આર્યન ખાન હાલ બેંગલુરુ ગયો હતો ત્યારે મિત્રો સાથે એક પબમાં પાર્ટી કરતો જાેવા મળ્યો હતો. તેવામાં તેના પ્રશંસકોને નીચે એકઠા થતા
જાેતાં જ પબની બાલકનીમાંથી વચલી આંગળી દેખાડી હતી. જે વિડીયો વાયરલ થતાં જ સોશયલ મીડિયા પર હોબાળો શરૂ થઇ ગયો છે. તેમજ બેંગલુરુ પોલીસેઆ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. અભિનેતા પોતાના પ્રશંસકોની ભીડ જાેતાં જ જાેશમાં આવી ગયો હતો અને હાથ ઊંચો કરીને વચલી આંગળી દેખાડી હતી. અને પછી હાથ હલાવીને મુસ્કારાયેલો વીડિયોમાં જાેવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ આર્યન ખાનની આલોચના કરી હતી. આ ઘટના નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં બની હતી. આ મામલે બેંગલુરુ પોલીસે જણાવ્યું હતુ ંકે,આર્યનના વીડિયોના આધારે જ તેમણે આર્યન ખાનના હાથ ના ઇશારાની સંજ્ઞાાને લઇને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની ધારા ૧૭૩ હેઠળ પોલીસ તપાસ શરૂ કરી છે જે પોલીસને એફઆઇઆર નોંધાવતા પહેલાની તપાસનો અધિકાર આપે છે. તપાસ પુરી થયા પછી આયન પર આરોપ મુકવાનો ર્નિણય લેવામાં આવશે. સોશયલ મીડિયા પર આર્યન ખાનના પ્રશંસકો તેની આલોચના તેમજ સમર્થન એમ બન્ને કરતા જાેવા મળી રહ્યા છે.




