
જમ્મુ શ્રીનગર, પહેલગામ અને ગુલમર્ગ કરતાં વધુ ઠંડુ બન્ય.ઉત્તર ભારતમાં ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, ૩ વર્ષનો રેકોર્ડ તોડ્યો.ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના.જાન્યુઆરીના મધ્યમાં ઉત્તર ભારતમાં હવામાન ફરી એકવાર બદલાવાની તૈયારીમાં છે. ઉપરના વાતાવરણમાં જાેરદાર પવન અને એક્ટિવ પશ્ચિમી વિક્ષેપના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ, હિમવર્ષા, તીવ્ર ઠંડી, કોલ્ડવેવ અને ગાઢ ધુમ્મસ આવવાની ધારણા છે. હવામાન વિભાગે આજે પર્વતીય અને મેદાની વિસ્તારો બંને માટે કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કર્યું છે.
હાલમાં, ઉત્તર ભારતમાં ઉપઉષ્ણકટિબંધીય પશ્ચિમી જેટ પ્રવાહ સક્રિય છે. આ જેટ પ્રવાહ આશરે ૧૨.૬ કિમીની ઊંચાઈએ અને આશરે ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વહે છે. દરમિયાન,૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ થી શરૂ થતાં, એક નવી પશ્ચિમી વિક્ષેપ પશ્ચિમી હિમાલયના પ્રદેશોમાં હવામાનમાં ફેરફાર કરશે, જેના કારણે આ વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાનું અનુમાન છે.
કાશ્મીરમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે, ગઈકાલે રાત્રે મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થયો છે. હવામાન વિભાગ અનુસાર, શ્રીનગરમાં ગઈકાલે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ ૦° સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન, જમ્મુ શ્રીનગર, પહેલગામ અને ગુલમર્ગ કરતાં પણ વધુ ઠંડુ બન્યું હતું, કારણ કે ગઈકાલે જમ્મુમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં ૧૦.૧ ડિગ્રી સેલ્સિયસ નીચે હતું, જ્યારે ગાઢ ધુમ્મસને કારણે પ્રદેશમાં હવા અને રેલ ટ્રાફિક પર અસર પડી હતી. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ૧૭ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
એનસીઆરમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ઠંડા પવનો અને ધુમ્મસના કારણે લોકોના રોજિંદા જીવન ખોરવાઈ ગયા છે. વહેલી સવારે રસ્તાઓ પર ગાઢ ધુમ્મસ છવાઈ હતી, જેના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેથી વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. હવામાન વિભાગે ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે યથાસ્થિતિ હજુ આગામી દિવસોમાં પણ ચાલું રહેશે, . જાેકે, જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ ધુમ્મસ ધીમે ધીમે દૂર થશે, જેનાથી રાહત મળશે.
ઠંડીની સાથે સાથે પ્રદૂષણે પણ ચિંતા વધારી છે. આજે સવારે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ૪૪૯ નોંધાયો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. તેથી, વૃદ્ધો, બાળકો અને શ્વસન સમસ્યાઓ ધરાવતા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.




