
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સમસ્ત કોળી સમાજ ના લોકપ્રિય પીઢ ગાંધીવાદી આગેવાન માનનીય ચંદ્રવદનભાઈ પીઠાવાલા સાહેબ ની સુરત ખાતેની ઓફિસે વાલ્મિકી સમાજ ના આગેવાનો શ્યામભાઈ ટેનિયા મહામંત્રી, રવિકુમાર સુરતી મહામંત્રી અને ગાયક કલાકાર , મનીષભાઈ રજવાડી સંગીત કલાકાર, અશ્વિન બી. વૈષ્ણવ એડવોકેટ નોટરી, ચી વંશ ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ અને સમાજ ના ગુજરાત ના પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવે તા.૨૮/૦૨/૨૦૨૬ ના રોજ શુભેચ્છા મુલાકાત લીધી. અને સમાજ ની પ્રગતિ માટે માર્ગદર્શન મેળવ્યું પીઠાવાલા સાહેબે કોઈ પણ સમાજ ની પ્રગતિ માટે સમાજ ની એકતા અને મજબૂત સંગઠન જરૂરી હોવાનું જણાવ્યું. સમાજ માં રાજકારણ નહીં લાવવું જોઈએ.રાજકારણમાં સમાજ હોય શકે પરંતુ સમાજમાં રાજકારણ નહીં લાવવું જોઈએ. સમાજમાં શિક્ષણ નું સ્તર ઊંચું આવે અને સમાજ આર્થિક રીતે સધ્ધર થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. સમાજ ના જરૂરિયાત લોકોને રાશન કાર્ડ, આધાર કાર્ડ, જાતિ ના દાખલાઓ શિક્ષણ સહેલાઈ થી મળી રહે તે માટેના પ્રયાસ કરવા જોઈએ. સમાજ માં સારી પ્રતિષ્ઠા અને સમાજ નો વિશ્વાસ ધરાવતા લોકોએ સમાજ નું નેતૃત્વ સ્વીકારવું જોઈએ. વાલ્મિકી સમાજ ના ઉત્થાન ની સલાહ સૂચન થી આગેવાનો ખૂબ પ્રભાવિત થયા હતાં સમાજ ના આગેવાનોએ પુષ્પગુચ્છથી પીઠાવાલા સાહેબ પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.




