
ગેરકાયદે ભાગોને દૂર કરી જમીન ખુલ્લી કરાવવામાં આવી સરગાસણમાં દબાણમાં રહેલા મંદિરનું ડિમોલિશન સ્થાનિક રહીશો કે અન્ય કોઈ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન ન થાય તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતા.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને માર્ગોના વિસ્તૃતિકરણમાં અવરોધરૂપ બનતા ગેરકાયદે દબાણો વિરુદ્ધ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત સરગાસણ વિસ્તારમાં જાહેર માર્ગ કે સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવેલા મંદિરના બાંધકામને મનપાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપ્યા બાદ આજે સવારે જેસીબી મશીનો સાથે આ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશો કે અન્ય કોઈ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન ન થાય તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. મનપાના અધિકારીઓની હાજરીમાં મંદિરના ગેરકાયદે ભાગોને દૂર કરી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરના વિકાસમાં જે પણ ગેરકાયદે દબાણો નડતરરૂપ હશે તેને દૂર કરવામાં આવશે.
ગાંધીનગરના સરગાસણ અને આસપાસના વિસ્તારોમાં હાલમાં અનેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેના કારણે ટીપી સ્કીમના અમલીકરણ માટે દબાણ હટાવવું અનિવાર્ય બન્યું હતું.
આ ડિમોલિશન બાદ મનપા દ્વારા હવે તે જગ્યા પર રોડ અથવા અન્ય જાહેર સુવિધાનું નિર્માણ કરવામાં આવશે. જાેકે, ધાર્મિક સ્થળ સાથે જાેડાયેલો મામલો હોવાથી વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.




