
વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ થયુંયમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ૧૯ એપ્રિલે, કેદારનાથ ૨૨ એપ્રિલે અને બદ્રીનાથ ૨૩ એપ્રિલે ખુલશે.
ઉત્તરાખંડની વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રા ૨૦૨૬ માટેની નોંધણી શરૂ થઇ ગઇ છે. દેશ અને દુનિયાભરના શ્રદ્ધાળુઓ માટે નોંધણી કરાવાનું શરૂ કરી દીધું છે. આજે શુક્રવારે, સવારે ૭:૦૦ વાગ્યે સત્તાવાર રીતે રજિસ્ટ્રેશન ઓપન થયું.
જાે તમે પણ બાબા કેદાર અથવા બદ્રી વિશાલના દર્શન કરવાનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ વર્ષે, યાત્રા એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં શરૂ થાય છે.
આ યાત્રા ૧૯ એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ ખોલવાની સાથે શરૂ થશે. કેદારનાથ મંદિરના કપાટ ૨૨ એપ્રિલે શ્રદ્ધાળુઓ માટે ખુલશે. બદ્રીનાથ મંદિરના કપાટ ૨૩ એપ્રિલે ખુલશે.ભક્તો registrationandtouristcare. uk. gov.in પર જઈને તેમના સ્લોટ બુક કરાવી શકે છે.
જે લોકો ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરી શકતા નથી, તેમના માટે ૧૭ એપ્રિલથી ઋષિકેશ, હરિદ્વાર અને દેહરાદૂન ખાતે ઓફલાઇન કાઉન્ટર ખોલવામાં આવશે. વિભાગે કોઈપણ સહાય માટે હેલ્પલાઇન નંબર: ૦૧૩૫-૧૩૬૪ જાહેર કર્યો છે.
નોંધણી શરૂ થઈ ગઈ છે, ત્યારે મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરવાના સરકારના ર્નિણય સામે વિરોધ પણ શરૂ થઈ ગયો છે. ચારધામ હોટેલ એસોસિએશને આ ર્નિણયને સ્થાનિક વ્યવસાયો માટે હાનિકારક ગણાવ્યો છે. એસોસિએશનના પ્રમુખ રાજેશ મહેતાએ ચેતવણી આપી છે કે જાે સરકાર પુનર્વિચાર નહીં કરે, તો માર્ચના બીજા ભાગમાં વિરોધ શરૂ કરવામાં આવશે. જાેકે, સરકારનો તર્ક છે કે હિમાલય ક્ષેત્રની સલામતી અને સુરક્ષા માટે ભીડ નિયંત્રણ જરૂરી છે.




