
રસીની આડઅસરો સંબંધિત ડેટા સમયાંતરે સાર્વજનિક કરાશેસરકાર કોવિડ રસીની આડઅસર માટે વળતર ચૂકવે : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદામાં સરકારને ‘નો-ફોલ્ટ કોમ્પેન્સેશન’ પોલિસી બનાવવા ર્નિદેશ આપ્યા સુપ્રીમ કોર્ટે મંગળવારે કોવિડ-૧૯ રસીકરણ સંબંધિત અરજીઓ પર ચુકાદો આપતા જણાવ્યું હતું કે, સરકાર રસીની આડઅસરો માટે વળતર આપે. આ માટે સરકારે ભૂલરહિત ‘નો-ફોલ્ટ કોમ્પેન્સેશન પોલિસી’ તૈયાર કરવી જાેઈએ.
‘નો-ફોલ્ટ કોમ્પેન્સેશન પોલિસી’નો અર્થ એ છે કે જાે કોઈ વ્યક્તિને દવા અથવા રસીથી નુકસાન થાય, તો તેને વળતર મળી શકે છે, ભલે તેમાં કોઈની ભૂલ સાબિત ન થઈ હોય.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે, વેક્સિનેશનની આડઅસરો પર દેખરેખ રાખવા માટે હાલની સિસ્ટમ ચાલુ રહેશે અને તે માટે અલગથી નિષ્ણાતોની પેનલ બનાવવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે રચના ગંગૂ અને વેણુગોપાલન ગોવિંદન દ્વારા ૨૦૨૧માં દાખલ કરવામાં આવેલી અરજી પર આ ચુકાદો આપ્યો હતો. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તેમની પુત્રીઓના મૃત્યુ કોવિડ-૧૯ની વેક્સિનની સાઈડ ઈફેક્ટ્સને કારણે થયા હતા. અદાલતે વધુમાં જણાવ્યું હતું કે, રસીની આડઅસરો સંબંધિત ડેટા સમયાંતરે સાર્વજનિક કરાશે.




