
“મેરે દિલ કી તમન્ના પુરી થઈ!” :એકતા કપૂર.સિદ્ધાર્થ મલ્હોત્રા–તમન્ના ભાટિયાની ‘વીવાન’ ૨૮ ઑગસ્ટે રિલીઝ થશે.ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત બાદ થોડા સમયમાં જ પ્રાઈમ વિડિયોએ તેના પોસ્ટ-થિયેટ્રિકલ સ્ટ્રીમિંગ રાઈટ્સ ખરીદ્યા હોવાની પણ જાહેરાત કરી હતી.સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ ‘વીવાન’ ૨૮ ઑગસ્ટ ૨૦૨૬એ રિલીઝ થશે. આ તારીખ રક્ષાબંધન સાથે મેળ ખાતી હોવાથી ફિલ્મને તહેવાર દરમિયાન રિલીઝનો લાભ મળવાની શક્યતા છે.આ ફિલ્મ માટે એકતા આર કપૂરે ધ વાયરલ ફીવર સાથે હાથ મિલાવ્યો છે. બાલાજી મોશન પિક્ચર્સ અને ટીવીએફના સહયોગથી બની રહેલી આ ફિલ્મનું દિગ્દર્શન અરુણાભ કુમાર અને દીપક મિશ્રા કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ ભારતીય લોકકથાઓ પર આધારિત થ્રિલર છે, જેમાં ભવ્ય વિઝ્યુઅલ્સ અને વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવશે.ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત બાદ થોડા સમયમાં જ પ્રાઈમ વિડિયોએ તેના પોસ્ટ-થિયેટ્રિકલ સ્ટ્રીમિંગ રાઈટ્સ ખરીદ્યા હોવાની પણ જાહેરાત કરી હતી. આ જાહેરાત તેમના ‘ઇટ સ્ટાર્ટ્સ હિયર’ ઇવેન્ટ દરમિયાન કરવામાં આવી હતી, જ્યાં ફિલ્મનું ટીઝર પણ પ્રથમ વખત દર્શાવવામાં આવ્યું હતું.
ફિલ્મ વિશે વાત કરતાં એકતા કપૂરે કહ્યું હતું, “ભારતીય લોકકથાઓના મૂળ આપણા બધામાં ઊંડે સુધી રહેલા છે. હવે સમય આવ્યો છે કે તેને સ્ટેટ-ઓફ-ધ-આર્ટ વીએફએક્સ સાથે મોટા પડદા પર રજુ કરીએ. ‘વીવાન’ એક નવું જૉનર બનાવશે.”સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ આ પ્રોજેક્ટ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું, “આ મારી અને એકતાની ત્રીજી ફિલ્મ છે અને ‘વીવાન’ માટે હું સૌથી વધુ ઉત્સાહી રહ્યો છે. મેં ક્યારેય એવા પ્રોડ્યુસર જાેયા નથી જે ફિલ્મને શરૂઆતથી અંત સુધી એટલી વિગતવાર રીતે વર્ણવી શકે.”કાસ્ટિંગ વિશે વાત કરતાં એકતા કપૂરે મજાકિયા અંદાજમાં કહ્યું, “મેરે દિલ કી તમન્ના પુરી થઈ!”તમન્ના ભાટિયાએ પણ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યાે. તેણે કહ્યું, “સિડ સાથે કામ કરવું લાંબા સમયથી મારી ઇચ્છા હતી અને હવે તે પુરી થઈ. તે ખુબ જ સારો એક્ટર છે.”તેણે વધુમાં ઉમેર્યું, “હું કોમર્શિયલ ફિલ્મો જાેઈને મોટી થઈ છું. ‘વીવાન’ એ જ ઝોનમાં છે, પણ તેની અંદર એક મજબુત આત્મા પણ છે. તેમાં ભારતીય લોકકથાઓનું મહત્વનું સ્થાન છે. આ એક મસાલા ફિલ્મ છે, જે અંતે તમને ભાવુક બનાવી દેશે—એવો અનુભવ જે હું થિયેટરમાં મિસ કરી રહી હતી.”આ રીતે, ‘વીવાન’ એક ભવ્ય લોકકથા આધારિત થ્રિલર ફિલ્મ છે, જે વિઝ્યુઅલ્સ, ઇમોશન અને મસાલા એન્ટરટેઇનમેન્ટનો અનોખો સંગમ રજૂ કરશે.




