
ક્રૂડ તેલના વાયદામાં રૂ.293નો ઘટાડોઃ સોનાના વાયદામાં રૂ.2281 અને ચાંદીના વાયદામાં રૂ.839ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.31081.69 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88450.98 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19448.07 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36505 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.119533.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.31081.69 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.88450.98 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36505 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3110.37 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 19448.07 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.149460ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.149601 અને નીચામાં રૂ.148550ના મથાળે અથડાઈ, રૂ.146919ના આગલા બંધ સામે રૂ.2281 વધી રૂ.149200 થયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.1627 વધી રૂ.121621ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.202 વધી રૂ.15238ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.2159 વધી રૂ.149850ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.150000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.151725 અને નીચામાં રૂ.149900ના સ્તરને સ્પર્શી, રૂ.149605ના આગલા બંધ સામે રૂ.1975 વધી રૂ.151580 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.239257ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.242498 અને નીચામાં રૂ.238501ના મથાળે અથડાઈ, રૂ.240892ના આગલા બંધ સામે રૂ.839 વધી રૂ.241731ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.1113 વધી રૂ.244846ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.1125 વધી રૂ.245011ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2345.22 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.1.7 વધી રૂ.1165.4ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.1.55 વધી રૂ.321ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ.2.95 વધી રૂ.353.55ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો 10 પૈસા વધી રૂ.195.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 9277.14 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી એપ્રિલ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4852ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5540 અને નીચામાં રૂ.4850ના સ્તરને સ્પર્શી, રૂ.407 વધી રૂ.5491 થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.9675ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.9844 અને નીચામાં રૂ.9029ના મથાળે અથડાઈ, રૂ.9567ના આગલા બંધ સામે રૂ.293 ઘટી રૂ.9274 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.291 ઘટી રૂ.9272ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.5 ઘટી રૂ.269.3 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.5 ઘટી રૂ.269.3ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.1050ના ભાવે ખૂલી, 10 પૈસા ઘટી રૂ.1043.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન એપ્રિલ વાયદો રૂ.1030 વધી રૂ.27030ના ભાવે બોલાયો હતો. એલચી એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.2430ના ભાવે ખૂલી, રૂ.3 વધી રૂ.2462 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 13476.96 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 5971.11 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1379.72 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 731.92 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 11.61 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 221.97 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 37.80 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 7926.53 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1312.80 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 7643 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 52139 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 26382 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 344815 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 52266 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 6988 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 18978 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 73176 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 807 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 20195 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 33318 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 36001 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 36505 પોઇન્ટના સ્તર અને નીચામાં 36001 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 614 પોઇન્ટ વધી 36505 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.12000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.71.9 ઘટી રૂ.168.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.05 ઘટી રૂ.15.35 થયો હતો.
સોનું એપ્રિલ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.48.5 ઘટી રૂ.202.5 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.163 ઘટી રૂ.1686.5 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 27 પૈસા ઘટી રૂ.18.5ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.325ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.64 વધી રૂ.5.5 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.12000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.73.85 ઘટી રૂ.173.6 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.15 ઘટી રૂ.9.45 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.170000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.38.5 ઘટી રૂ.754ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.162.5 ઘટી રૂ.1816.5ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.38.5 વધી રૂ.263.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.45 વધી રૂ.16.65ના ભાવે બોલાયો હતો.
સોનું એપ્રિલ રૂ.120000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.367.5 ઘટી રૂ.288 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.180000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.466.5 ઘટી રૂ.1351ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ.1100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 49 પૈસા ઘટી રૂ.11.53 થયો હતો. જસત એપ્રિલ રૂ.307.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 11 પૈસા વધી રૂ.2ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.9000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.95.15 વધી રૂ.656ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.6 વધી રૂ.17.05 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.867.5 ઘટી રૂ.1801.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.369 ઘટી રૂ.2522ના ભાવે બોલાયો હતો.




