
રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રીએ માહિતી આપી વિઝાના આકરા નિયમોને લીધે US માં ભારતીય વિદ્યાર્થીની સંખ્યા ૬.૯% ઘટી
ડેટા મુજબ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ અમેરિકામાં ભારતના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા આશરે ૩.૫૨ લાખ હતી અમેરિકામાં ફેબ્રુઆારી ૨૦૨૬ના રોજ પ્રાથમિક શાળાથી લઈને યુનિવર્સિટી સુધીના વિવિધ શૈક્ષણિક પ્રોગ્રામમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા આશરે ૩.૫ લાખ હતી, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં આશરે ૬.૯ ટકાનો ઘટાડો દર્શાવે છે, એવી સંસદમાં સરકારે ગુરુવારે માહિતી આપી હતી. રાજ્યમાં વિદેશ મંત્રાલયને સવાલ કરાયો હતો કે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં ઘટાડો થયો છે કે નહીં અને વિઝા સ્લોટની અછત તથા ઊંચા વિઝા રિજેક્શન રેટની કેટલી અસર થઈ છે.
લેખિત જવાબમાં રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન કિર્તી વર્ધન સિંહે યુએસ હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ડ એન્ડ એક્સ્ચેન્જ વિઝિટર ઇન્ફર્મેશન સિસ્ટમ મેપિંગ ટુલના ડેટા આપ્યાં હતાં. આ ડેટા મુજબ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ અમેરિકામાં ભારતના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા આશરે ૩.૫૨ લાખ હતી, જે ફેબ્રુઆરી ૨૦૨૫માં આશરે ૩.૭૮ લાખ હતી, જે આશરે ૬.૯ ટકાનો ઘટાડો દર્શાવે છે. વિઝા ચકાસણીમાં વધારાથી ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે કે કે નહીં તેવો પણ સવાલ કરાયો હતો. અમેરિકા તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે જાેખમી હોય તેવા તેવા અરજદારોની ઓળખ કરવા માટે વિઝા સ્ક્રીનિંગ અને ચકાસણી માટે તમામ ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કરે છે. નવી માર્ગદર્શિકા હેઠળ હ્લ, સ્ અને ત્ન કેટેગરીના વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ વિઝિટર્સ માટે ઓનલાઇન અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની પણ તપાસ થાય છે. નવી યુએસ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરાયો છે દરેક વિઝા ર્નિણય રાષ્ટ્રીય સુરક્ષાનો ર્નિણય છે અને તમામ અરજદારોને વિઝા માટે તેમની યોગ્યતા વિશ્વસનીય રીતે સ્થાપિત કરવાનું ફરજિયાત બનાવે છે.




