
ગિલ અને અભિષેક સામે રમીને બનાવ્યું હતું નામ.બાંગ્લાદેશના ફાસ્ટ બોલર કાઝી ઓનિકે નિવૃત્તિ લેવાનો ર્નિણય લીધો.૨૭ વર્ષીય ફાસ્ટ બોલર કાઝી ઓનિક ૨૦૧૮ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ અંડર-૧૯ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ હાલમાં અનેક મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે. આ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટને મોટો ફટકો પડ્યો છે. ૨૭ વર્ષીય બાંગ્લાદેશી ફાસ્ટ બોલરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય લઈને બધાને ચોંકાવી દીધા છે. નાણાકીય મુશ્કેલીઓ અને ટીમમાં સ્થાન ન મળવાને કારણે આ ખેલાડીએ આ મહત્વપૂર્ણ ર્નિણય લીધો હતો. આ બાંગ્લાદેશી ફાસ્ટ બોલરે શુભમન ગિલ અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓ સામે રમાયેલી મેચોમાં પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે.
બાંગ્લાદેશના ૨૭ વર્ષીય ફાસ્ટ બોલર કાઝી ઓનિકે અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય લીધો છે. ડાબોડી ફાસ્ટ બોલરે ૨૦૧૮ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ અંડર-૧૯ ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તેની સ્પીડે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કેટલાક એક્સપર્ટ તો તેને બાંગ્લાદેશનો આગામી સ્ટાર બોલર માની રહ્યા હતા.
જાે કે, ૨૦૨૦માં નેશનલ ક્રિકેટ લીગ દરમિયાન તે ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયો. પરિણામે તેને બે વર્ષનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો. તે પ્રતિબંધ પછી કાઝીની કારકિર્દી ક્યારેય સંપૂર્ણપણે પાટા પર પાછી ફરી શકી નહીં. બાંગ્લાદેશ ટીમમાં પણ તેના માટે તકો ઓછી થઈ ગઈ, જેના કારણે તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ જ કારણે હવે તેણે નિવૃત્તિ લેવાનો ર્નિણય લીધો છે.
કાઝી ઓનિકની કારકિર્દી દરમિયાન કુલ ૧૨ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી, જેમાં તેણે ૧૯૬ રન બનાવ્યા અને ૩૧ વિકેટ લીધી. ૫૦ લિસ્ટ છ મેચોમાં કાઝીએ ૬૬ વિકેટ લીધી અને ૨૧૧ રન પણ બનાવ્યા. વધુમાં ૧૭ ્૨૦ મેચોમાં તેણે ૧૫ બેટ્સમેનોને આઉટ કર્યા. ઓનિકે તેની છેલ્લી સ્પર્ધાત્મક મેચ ૨૦૨૪માં રમી હતી. ત્યારથી તે ફરીથી રમવાની તકની રાહ જાેઈ રહ્યો હતો. હવે જાેવાનું બાકી છે કે તે ભવિષ્યમાં અન્ય કોઈ દેશ માટે રમતા જાેવા મળશે કે નહીં. તાજેતરના સમયમાં ઘણા ખેલાડીઓએ આ રસ્તો પસંદ કર્યો છે.



