
અમદાવાદમાં બુટલેગરો બેફામ.શહેરકોટડામાં ખંડેર મકાનમાંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ.પોલીસે દરોડો પાડીને ૫૬ બોટલ દારૂ-બિયર સાથે એક શખસને ઝડપી પાડ્યો છ.ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને પોલીસ કડક સુરક્ષાના દાવા કરી રહી છે, ત્યારે અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. શારદાબેન હોસ્પિટલ પાસે એક ખંડેર મકાનમાંથી દારૂ વેચાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે દરોડો પાડીને ૫૬ બોટલ દારૂ-બિયર સાથે એક શખસને ઝડપી પાડ્યો છે.
શહેરકોટડા વિસ્તારના ઠાકોરવાસમાં આવેલા એક ખુલ્લા ખંડેર મકાનમાં અંગ્રેજી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો વાઈરલ થયો હતો, જેને પગલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.
આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ખંડેર મકાનમાંથી વિદેશી દારૂની ૫૨ બોટલ અને ૪ બિયરના ટીન મળી કુલ ૫૬ નંગ જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે આ મામલે ઠાકોરવાસમાં જ રહેતા અને મજૂરી કામ કરતા ૨૯ વર્ષીય દીપક ઉર્ફે ભૂરો નામના શખસની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો શખસ તેને આ જથ્થો આપી ગયો હતો. જાેકે, પોલીસને આ નિવેદન શંકાસ્પદ લાગતા આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોણ મુખ્ય સૂત્રધાર છે તે દિશામાં તપાસ તેજ કરી છે.
શહેરકોટડા પોલીસે આરોપી દીપક સામે પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવી રહ્યો છે. જાે તે અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે પાસા (PASA) હેઠળ અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.



