
સોશિયલ મીડિયા પર એક નવું પોસ્ટર શેર કરાયું.વિજય વર્મા હવે વધુ મોટા દાવ સાથે ‘મટકા કિંગ’ સીઝન ૨માં પરત ફરશે.આ સીરિઝ છેલ્લા બે વર્ષમાં પ્લેટફોર્મ પર સૌથી વધુ જાેવાયેલો નવો સ્ક્રિપ્ટેડ શો બની હતી.‘મટકા કિંગ’ની પ્રથમ સીઝનને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ હવે સીરિઝને સીઝન ૨ માટે સત્તાવાર રીતે રિન્યુ કરવામાં આવી છે. પ્રાઇમ વિડિયોએ આ જાહેરાત કરતાં સંકેત આપ્યો કે આગામી સીઝન વધુ મોટી અને વધુ રોમાંચક બનવાની છે. સીરિઝમાં મુખ્ય ભૂમિકામાં વિજય વર્મા જાેવા મળે છે.ગુરુવારે પ્રાઇમ વિડિયોએ સોશિયલ મીડિયા પર એક નવું પોસ્ટર શેર કર્યું, જેમાં વિજય વર્મા હાથમાં “૨” નંબરવાળા પ્લેઇંગ કાર્ડ્સ પકડીને દેખાય છે. પોસ્ટર સાથે પ્લેટફોર્મે લખ્યું, “સીઝન ૨ માટે પત્તા ચીપાઈ રહ્યા છે.”આ જાહેરાત સીઝન ૧ની જબરદસ્ત સફળતા બાદ કરવામાં આવી છે. પ્રાઇમ વિડિયોના જણાવ્યા અનુસાર, આ સીરિઝ છેલ્લા બે વર્ષમાં પ્લેટફોર્મ પર સૌથી વધુ જાેવાયેલો નવો સ્ક્રિપ્ટેડ શો બની હતી. તે ૩૭ દેશોમાં ટોપ ૧૦માં ટ્રેન્ડ થઈ હતી અને રિલીઝના પ્રથમ અઠવાડિયામાં ૧૭ દેશોમાં નંબર ૧ સ્થાન પર પહોંચી ગઈ હતી. ૧૯૬૦ના દાયકાની મુંબઈની પૃષ્ઠભૂમિ પર આધારિત ‘મટકા કિંગ’ની પહેલી સીઝન એક મહત્ત્વાકાંક્ષી કપાસ વેપારીની કહાની બતાવે છે, જે સમાજમાં માન અને ઓળખ મેળવવા માંગે છે. તે ‘મટકા’ નામની નવી જુગારની રમત શરૂ કરે છે, જે ટૂંક સમયમાં આખા શહેરમાં લોકપ્રિય બની જાય છે અને એક એવો વ્યવસાય બદલી નાખે છે જે પહેલાં માત્ર અમીર અને પ્રભાવશાળી લોકો સુધી મર્યાદિત હતો.આ સીરિઝને દર્શકો અને સમીક્ષકો બંને તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને વિજય વર્માના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. અનિલ કપૂર, આમિર ખાન, વિક્કી કૌશલ અને કરણ જાેહર જેવા કલાકારોએ પણ તેના કામને વખાણ્યું હતું. આ સીરિઝ અભય કોરાણેએ બનાવી અને લખી છે, જ્યારે નાગરાજ પોપટરાવ મંજુલે ક્રિએટર, લેખક અને દિગ્દર્શક તરીકે જાેડાયા હતા.સીઝન ૧નું નિર્માણ સિદ્ધાર્થ રોય કપૂર, નાગરાજ પોપટરાવ મંજુલે, ગાર્ગી કુલકર્ણી, અશ્વિની સિદવાની અને આશિષ આર્યને રોય કપૂર ફિલ્મ્સ, અટપટ અને એસએમઆર એન્ટરટેઇન્મેન્ટના બેનર હેઠળ કર્યું હતું.વિજય વર્મા ઉપરાંત સીરિઝમાં કૃતિકા કામરા, સાઈ તમ્હણકર, સિદ્ધાર્થ જાધવ, ભૂપેન્દ્ર જાદાવત અને ગુલશન ગ્રોવર મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા. સાથે જ ભારત જાધવ, ગિરીશ કુલકર્ણી, જેમી લિવર, કિશોર કદમ, સાઇરસ સહુકાર, અર્પિતા સેઠિયા, સંભાજી તાંગડે, ઇષ્ટિયાક ખાન, સંજીવ જાેતાંગિયા અને સિમરન અશ્વિની પણ જાેવા મળ્યા હતા.



