
PNG અને CNG ભાવમાં ફરી વધારો.ઉનાળાની ધોમધખતી ગરમી વચ્ચે ગ્રાહકોને વધુ એક ડામ.વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ PNG ગેસમાં ૧.૫ રૂપિયા અને PNG માં ૧ રૂપિયાનો વધારો કરી દીધો છે.વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ PNG ગેસમાં ૧.૫ રૂપિયા અને ઝ્રદ્ગય્માં ૧ રૂપિયાનો વધારો કરતા સામાન્ય નાગરિકોનું બજેટ ફરી ખોરવાયું છે. ૫ મહિનામાં બીજી વખત ભાવ વધારાના પગલે CNG કનેક્શન ધારકોને વધુ બિલ ચૂકવવાનો વારો આવતા લોકોમાં નારાજગી પણ જાેવા મળી રહી છે.
વડોદરમાં ગેસ લિમિટેડ કંપનીએ છેલ્લા ૫ મહિનામાં બીજીવાર સામાન્ય નાગરિકનું બજેટ ખોરવ્યું છે.PNG કનેક્શન ધરાવતા ૩ લાખથી વધુ ગેસ ગ્રાહકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ PNG ગેસમાં ૧.૫૦ અને ઝ્રદ્ગય્માં ૧ રૂ.નો વધારો કરતા PNG નવો ભાવ વધી પ્રતિ કિલોએ રૂ. ૮૩.૯૫ થયો છે, જ્યારે પાઈપ લાઇનથી ઘરે પહોંચાડતા ગેસનો ભાવ વધી ૫૧.૭૪ રૂપિયા થયો છે. જેના કારણે સામાન્ય નાગરિકના ઘરગથ્થુ બજેટ અને પરિવહન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ભાવ વધારો ૧ મેથી અમલમાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જાે કે, કંપનીએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી. ગ્રાહકોએ જ્યારે અપડેટ કરેલા ભાવ કંપનીની વેબસાઈટ પર જાેતા આ ભાવ વધારાની જાણ થઈ હતી. આ અગાઉ જાન્યુઆરી ૨૦૨૬માં પણ ફય્ન્એ ભાવમાં વધારો કર્યો હતો. તે સમયે PNG માં ભાવમાં પ્રતિ ઘન મીટરે ૭૩ પૈસાનો વધારો કરીને ભાવ ૫૦.૨૩ કરવામાં આવ્યો હતો, જ્યારે PNG ૧ રૂપિયાનો વધારો કરીને ભાવ ૮૨.૯૫ કરાયો હતો. આમ, ટૂંકા ગાળામાં વારંવાર ભાવ વધવાથી ગ્રાહકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
તાજેતરના વર્ષોમાં વડોદરા ગેસ લિમિટેડે તેના ગેસ પાઈપલાઈન નેટવર્કનો વ્યાપ પણ મોટા પ્રમાણમાં વધાર્યો છે. અગાઉ ૨.૮૨ લાખ ગ્રાહકો વધીને ૩ લાખથી વધુ થયા છે. જેમ જેમ ગ્રાહકોની સંખ્યા વધી રહી છે, તેમ તેમ ભાવમાં પણ સતત વધારો થતાં ગ્રાહકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે.



