
ઐશ્વર્યા રાયે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ માટે દ્વારા ખોલ્યા.ઐશ્વર્યા કાન પહોંચી અને અટકળોનો અંત આવ્યો.ઐશ્વર્યા મોહિત રાયે ડિઝાઇન કરેલા મીડ નાઇટ બ્લુ સ્કલ્પટેડ ફિશટેઇલ ગાઉનમાં રેડ કાર્પેટ પર પહોંચી.ઐશ્વર્યા રાયે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ માટે દ્વારા ખોલ્યા, તે માટે હવે કાનમાં જતા દરેક સેલેબ્રિટી તેને શ્રેય આપે છે. જ્યારે લોકોને કાન ફિલ્મ ફેસ્ટિવલ વિશે આજના સોશિયલ મીડિયાના સમય જેટલી માહિતી પણ નહોતી ત્યારથી ઐશ્વર્યાના કાન લૂકની ચર્ચા રહી છે. દર વર્ષે તે રેડ કાર્પેટ પર શું પહેરીને પહોંચે છે, તેની ઇંતેઝારી રહે છે. ત્યારે આ વર્ષે લોરિયલની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં આલિયા પહોંચી ત્યારે આ વર્ષે ઐશ્વર્યા ફેસ્ટિવલમાંથી બાકાત રહેશે એવી ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ હતી. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરીને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચન શુક્રવારે ળાન્સના કાન શહેરમાં સ્થિત હોટેલ માર્ટિનેઝ ખાતે પોતાની દીકરી આરાધ્યા બચ્ચન સાથે પહોંચી હતી. ખાસ વાત એ છે કે આ જ હોટેલ છેલ્લા કેટલાક દિવસોથી લોરિયલ પેરિસના કાન કેમ્પેઇનમાંથી ઐશ્વર્યાની ગેરહાજરીને લઈને ચર્ચાના કેન્દ્રમાં હતી.શુક્રવારે સામે આવેલા એક વીડિયોમાં ઐશ્વર્યાને ફ્લોરલ બુકે સાથે હોટેલમાં પ્રવેશ કરતી જાેઈ શકાય છે. બ્લેક આઉટફિટમાં દેખાતી ઐશ્વર્યાનું હોટેલ બહાર હાજર અધિકારીઓને અભિવાદન કર્યું, ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યા અને ચાહકોને હાથ લહેરાવી અભિવાદન સ્વીકાર્યું.આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાની હાજરી અંગે છેલ્લા કેટલાક દિવસોથી સસ્પેન્સ સર્જાયું હતું. કારણ કે લોરિયલ પેરિસ દ્વારા શેર કરાયેલા તાજેતરના કાન કેમ્પેઇન વિઝ્યુઅલ્સમાં આલિયા ભટ્ટ, વિઓલા ડેવિસ, ઈવા લોંગોરિયા અને હેલેન મિરેને સ્થાન મળ્યું હતું, પરંતુ ઐશ્વર્યા તેમાં જાેવા મળી નહોતી.હોટેલ માર્ટિનેઝ ખાતે લગાવવામાં આવેલા પોસ્ટર્સમાં પણ ઐશ્વર્યાની ગેરહાજરીને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ હતી. ઘણા ચાહકોએ સવાલ ઉઠાવ્યો હતો કે શું લોરિયલ પેરિસે ઐશ્વર્યાને કેમ્પેઇનમાંથી દૂર રાખી છે અને શું તે આ વર્ષે ફેસ્ટિવલમાં હાજરી નહીં આપે. જાેકે બાદમાં બ્રાન્ડે પ્રતિક્રિયા આપતાં ઐશ્વર્યાને “લિવિંગ લેજેન્ડ” ગણાવી હતી.ઐશ્વર્યા રાય બચ્ચને વર્ષ ૨૦૦૨માં શાહરુખ ખાન અને ર્નિદેશક સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ ‘દેવદાસ’ના પ્રીમિયર માટે પહેલીવાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. ત્યારબાદ ૨૦૦૩માં તે લોરિયલ પેરિસની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ફરી કાનમાં પહોંચી હતી.ગત બે દાયકાથી ઐશ્વર્યા કાન ફિલ્મ ફેસ્ટિવલનાં સૌથી ઓળખાતા ભારતીય ચહેરાઓમાંથી એક રહી છે. તેનાં રેડ કાર્પેટ લૂક્સ, ગાઉન્સ, સાડીઓ અને બ્યુટી સ્ટાઇલિંગ હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતા આવ્યા છે અને ભારતીય ચાહકોમાં ખાસ આકર્ષણ જમાવતા રહ્યા છે.



