
સ્ટાર્સના સ્ટારડમ અને ઓન્ટ્રાજના ખર્ચ વચ્ચે અલ્લુ અર્જુનના ર્નિણયથી ચર્ચા અલ્લુ અર્જુને ‘રાકા’નું બજેટ સાચવવા ચાર્ટર ફ્લાઇટ્સને ઇનકાર કર્યાે છેલ્લાં કેટલાક અઠવાડિયાઓ દરમિયાન અલ્લુ અર્જુનન હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે અનેક વખત કોમર્શિયલ ફ્લાઇટ્સમાં મુસાફરી કરતો જાેવા મળ્યો અલ્લુ અર્જુન ભારતના સૌથી મોટા પેન-ઇન્ડિયા સુપરસ્ટાર્સમાંનો એક છે, તેનો ‘રાકા’નો લૂક જાહેર થયા બાદ દર્શકોમાં સનસનાટી મચાવી દીધી છે. હવે તે એક અલગ જ કારણસર ચર્ચામાં છે. આજના સમયમાં, જ્યારે સુપરસ્ટારડમ અને સ્ટાર્સના ઓન્ટ્રાજના વૈભવી અને અતિશય ખર્ચ ચર્ચામાં રહે છે, ત્યારે અલ્લુ અર્જુનના સરળ અને શિસ્તબદ્ધ સ્વભાવ માટે વખાણ થઈ રહ્યા છે.છેલ્લાં કેટલાક અઠવાડિયાઓ દરમિયાન અલ્લુ અર્જુનન હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે અનેક વખત કોમર્શિયલ ફ્લાઇટ્સમાં મુસાફરી કરતો જાેવા મળ્યો છે. પુષ્પા ૨: ધ રૂલની ઐતિહાસિક સફળતા બાદ તેની લોકપ્રિયતા અને હાલમાં ચાલી રહેલા મોટા પ્રોજેક્ટ્સને ધ્યાનમાં લેતા, ઘણા લોકો માની રહ્યા હતા કે તે ચાર્ટર ફ્લાઇટ્સ પસંદ કરશે. પરંતુ પ્રોડક્શન સાથે જાેડાયેલા સુત્રો જણાવે છે કે ખાનગી વ્યવસ્થાઓ ઓફર કરવામાં આવી હોવા છતાં અલ્લુ અર્જુને સ્વેચ્છાએ કોમર્શિયલ ફ્લાઇટ પસંદ કરી છે.રસપ્રદ વાત એ પણ છે કે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અલ્લુ અર્જુન ઘણીવાર વ્યવહારિકતા અને એરલાઇનની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે છે અને કેટલીકવાર લક્ઝરી વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપવાને બદલે ઇકોનોમી અથવા સામાન્ય કોમર્શિયલ સીટિંગ પણ પસંદ કરે છે.એક સુત્રએ જણાવ્યું, “તેના વ્યસ્ત શીડ્યુલ અને આરામને ધ્યાનમાં રાખીને નિર્માતાઓ વારંવાર ચાર્ટર ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવાનો આગ્રહ રાખતા હતા. પરંતુ અલ્લુ અર્જુનનો મજબુત વિશ્વાસ છે કે પ્રોડક્શનના પૈસા સ્ક્રીન પર દેખાવા જાેઈએ, બેકસ્ટેજ બિનજરુરી ખર્ચમાં નહીં. તેનું ધ્યાન હંમેશા લક્ઝરી કરતાં સિનેમેટિક આઉટપુટને વધુ ઉત્તમ બનાવવામાં રહ્યું છે.”આ વલણ હવે પ્રોડક્શન સર્કલ્સમાં પણ ચર્ચાનો વિષય બની રહ્યું છે. હાલ જ્યારે સુવિધાઓ સહેલાઈથી આદત બની શકે, ત્યારે અલ્લુ અર્જૂન ખાસ કરીને મોટા બજેટ અને ભારે અપેક્ષાઓ ધરાવતી ફિલ્મોમાં ખર્ચ અને સંસાધનો અંગે સજાગ રહે છે.ભારતીય સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર્સમાંની એક પુષ્પા ૨ આપ્યા પછી અલ્લુ અર્જુન સરળતાથી સલામત ઝોનમાં રહી શકતો હતો. પરંતુ તેના બદલે તે સતત પોતાને વધુ આગળ ધપાવી રહ્યો છે — ભલે તે કઠોર શારીરિક તૈયારી હોય, સતત નવીનતા હોય કે પછી રાકા જેવી આગામી ફિલ્મોમાં નાની નાની વિગતો પ્રત્યેની તેની તકેદારી હોય.



