
હવે લાલા અમરનાથની બાયોપિક પર ફોક્સઆમિરના વાંધાવચકાને કારણે થ્રી ઈડિયટસની સીકવલ પાછી ઠેલાશે.સ્ક્રિપ્ટમાં અનેક સુધારા સૂચવતાં હવે આવતાં વર્ષ સુધી શૂટિંગ શરુ થવાની શક્યતા નહિવત્ત.આમિર ખાન પરફેક્શનના નામે અનેક પ્રોજેક્ટસમાં વિલંબ સર્જવા માટે બદનામ છે. હવે તેણે ‘થ્રી ઇડિયટસ’ની સીકવલની સ્ક્રિપ્ટમાં પણ અનેક વાંધાવચકા ઊભા કરતાં નવેસરથી ડ્રાફટિંગ થઈ રહ્યું છે. તેના કારણે આ ફિલ્મ હજુ આવતાં વર્ષ પહેલાં શરુ થાય તેવી શક્યતા નહિવત્ત બની ગઈ છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટના ત્રણથી ચાર ડ્રાફ્ટ તૈયાર થયા હતા. પરંતુ દર વખતે આમિરે તેમાં સુધારા સૂૂચવ્યા હતા. હવે સ્ક્રિપ્ટમાં ફરી કેટલાક ફેરફારો થઈ રહ્યા છે. આમિરે તેને બદલે હવે લાલા અમરનાથની બાયોપિકને અગ્રતા આપી છે. આશુતોષ ગોવારીકરે આ ફિલ્મ માટે સ્ક્રિપ્ટ ફાઈનલ કરી દીધી છે. તેનું પ્રિ પ્રોડક્શન પણ શરુ કરી દીધું છે. મોટાભાગે આગામી ઓકટોબર અથવા નવેમ્બરમાં શૂટિંગ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.



