
માર્ગાે ઉપર ગાળિયાની જેમ ઝુલતા વાયરો વાહન ચાલકો માટે પણ જાેખમી વાયર ફ્રી સિટી મિશનની જાહેરાત પણ શહેરોમાં ઝુલતા કાળા કેબલોનું સામ્રાજ્ય વાઇફાઇ અને ટીવીની ચેનલો સહિતના વિવિધ કામ માટે બેરોકટોક નખાતા કેબલ ઉપર શહેરોમાં કોઇનું નિયંત્રણ ન હોય તેમ તેનું સામ્રાજ્ય સતત ફેલાઇ રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વાયર ફ્રી સિટી મિશનની જાહેરાત કરાઇ છે ત્યારે બીજી તરફ શહેરોમાં આંતરિક વિસ્તારથી લઇને હાઇવે સુધી ઠેર ઠેર કેબલોના વાયરો ઝુલતા જાેવા મળી રહ્યા છે તેની સમસ્યા કેવી રીતે ઉકેલાશે તે સવાલ છે. કાળા કલરના કેબલો શહેરોમાં રહેણાંક વિસ્તાર અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પણ મોટાપાયે નાખેલા હોય છે. એટલું જ નહીં તેવા કેબલો રસ્તા ઉપર પણ કપાઇ જાય ત્યારે જાેખમી રીતે પડેલા હોય છે. કટીંગ કરેલા કેબલો રસ્તા ઉપર ગમે ત્યાં નાખી દેવાતા હોય છે. ઝાડ ઉપર પણ બોક્સ સાથે મોટા ગૂંચળા સાથેના કેબલ વાયરના બોક્સ મૂકેલા હોય છે.વાઇફાઇ અને ટીવીની ચેનલો સહિતના વિવિધ કામ માટે બેરોકટોક નખાતા કેબલ ઉપર શહેરોમાં કોઇનું નિયંત્રણ ન હોય તેમ તેનું સામ્રાજ્ય સતત ફેલાઇ રહ્યું છે. અમદાવાદ જેવા શહેરમાં ગમે તેના ધાબા ઉપરથી નાખવા માટે કે વૃક્ષોને નુકસાન થાય તે રીતે કેબલ વાયર નાખવા માટે મહાનગરપાલિકા કે જિલ્લા તંત્રની કઇ એજન્સી લાઇસન્સ આપે છે તેની પણ કોઇને જાણ નથી તેથી તેની ફરિયાદ કરવી પણ મુશ્કેલ બને છે. કેબલ નાખ્યા બાદ કોઇ સ્થળેથી કપાઇ જાય કે નુકસાન થાય તો તે નાખતી કંપનીઓના માણસો કેબલના વાયર ગમે ત્યાં ફૂટપાથ ઉપર કે ફ્લેટમાં નાખીને જતા રહેતા હોવાથી તેનો નિકાલ કરવો મુશ્કેલ થઇ પડે છે. આવી કેબલ કંપનીઓ ઉપર કોઇ નિયમનકારી સંસ્થાનું મોનિટરિંગ ન હોય તેવી સ્થિતિ છે. રાજ્ય સરકાર દ્વારા વાયર ફ્રી સિટી મિશનમાં આ કેબલ વાયરોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. કેબલ વાયર તૂટી ગયા બાદ દિવસો સુધી તેની જવાબદાર એજન્સી તેનું રિપેરિંગ કરતી નથી તેના કારણે માર્ગ ઉપર ગાળિયાની જેમ ઝૂલતા કેબલ વાયર માટે વાહન ચાલકો માટે પણ જાેખમી સાબિત થાય છે. એકતરફ સરકાર વાયર ળી મિશનના કારણે શહેરી વિસ્તારોની સુંદરતા વધારવામાં આવશે તેમ કહી રહી છે ત્યારે ચારેકોર કપાયેલા સહિતના કેબલ વાયરો તેમાં આડખીલીરૂપ બની રહ્યા છે.



