
(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત.
બ્રિટિશ શાસન દરમ્યાન સમગ્ર ભારતમાં એક જ સરખી ન્યાય પ્રથા અને પદ્ધતિ જળવાઈ રહે તે દ્રષ્ટિએ ન્યાય વ્યવસ્થા અને કાયદાઓ તૈયાર કર્યા હતા. તે સમયને અનુરૂપ પણ હશે. પરંતુ આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ૧૫૦-૨૦૦ વર્ષ જૂના કાયદાઓમાં દેશની વર્તમાન સ્થિતિને અનુરૂપ કાયદાઓ ન્યાય વ્યવસ્થા અને પદ્ધતિમાં ફેરફાર થયા નથી.
ન્યુઝ મીડિયાના અહેવાલો મુજબ વારંવાર આક્ષેપો થાય છે કે કાયદાઓ અને ન્યાય વ્યવસ્થાનો ઉપયોગ શાસકો સત્તા મેળવવા અને ટકાવી રાખવાના માધ્યમ તરીકે કરે છે. આપણા ન્યાયતંત્રની બલીહારી છે. સુપ્રીમ કોર્ટના નામાંકિત વકીલો દેશના હિતમાં અને ગુનાખોરી અટકાવવા સંસદમાં સત્તા સ્થાને બેસીને કાયદાઓ ઘડે છે. જજ ની નિમણુંકથી માંડીને સરકારી વકીલોની પસંદગી અને લવાદોની પસંદગીમાં પણ દખલગીરી કરતા હોય છે. જ્યારે તેઓ અને તેમના જ કુટુંબના સભ્યો ગુનેગારો, ભાગેડુઓ, બળાત્કારીઓ,કૌભાંડીયાઓ અને દેશદ્રોહીઓને બચાવવા સુપ્રીમ કોર્ટમાં કેસ લડે છે અને જામીન માટે પણ અગોથ પ્રયત્નો કરે છે, કેસોના ચુકાદોઓમાં શાસક પક્ષમાં હોદ્દાનો પ્રભાવ પડે તે પણ સ્વાભાવિક છે.
ન્યુઝ મીડિયાના તારણો છે કે વર્ષો સુધી ખોડંગાતા કેસના કારણે પુરાવાઓ રફેદફે થઈ જાય છે. સાક્ષીઓ બદલાઈ જાય છે, ખોવાઈ જતા દસ્તાવેજો (હમણાં SMC માં ફાઈલો ગુમ થઈ એ તાજો જ કિસ્સો છે) ચંદ મિનિટોમાં મળી જતા જામીન કે બદલાતા ચુકાદાઓના કારણે ન્યાય વ્યવસ્થાની ગરિમા જળવાતી નથી. ઉપરાંત અતિશય વિલંબવાળી અદાલતી કાર્યવાહીની ન્યાય પ્રક્રિયામાં ગંભીર અસર પડે છે. સાક્ષી અને પુરાવાઓ નબળા પડી જાય છે. ન્યાયાધીશો બદલાવવાના કારણે કેસોમાં સાતત્યપણું પણ જળવાતું નથી. તેમજ
બદલાતા ન્યાયાધીશે કેસની સમજણ કેળવવામાં સમય બગાડવો પડે છે.
આમ ન્યાય વ્યવસ્થા વધુ ગૌરવશાળી બને એવા આશયથી ન્યાય વ્યવસ્થાના પરિવર્તન માટે જ માત્ર આ લખવામાં આવ્યું છે. કોર્ટની કાર્યવાહી કે કોઈપણ ચુકાદા સાથે આ લખાણને કોઈ સંબંધ નથી તેમજ ટીકા પણ નથી. લોકહીત માટે છે. જેનો અમલ શાસકોની ઈચ્છાશક્તિ સૂઝ અને નૈતિક તાકાત આધારિત છે.



