
રિવોલ્વર રાનીમાં વીરદાસ અને કંગનાની કીસનો વિવાદ વીરદાસની કિસિંગ કહાનીને કંગનાએ નોનનેન્સ ફેન્ટસી ગણાવી ઉતારી પાડી પોતાની શયતાની ફેન્ટસીઓને સંતોષવા વિકૃતો અમારો ઉપયોગ કરે છે : કંગનાની કોમેન્ટ વીર દાસની કરૂણ કિસિંગ સ્ટોરી બાબતે કંગનાએ આકરાં પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે વોટ નોનસેન્સ, મેં ઘણાં કિસિંગ સીન કર્યા છે, કદી તેની સામે વાંધો લીધો નથી. ગેંગસ્ટર ફિલ્મમાં તો કીસ પર એક આખું ગીત છે. આ વિકૃતો તેમની પોતાની શયતાની કલ્પનાઓને સંતોષવા અને પોતાના એન્જડા માટે આવી કહાનીઓ ઘઢી કાઢે છે. મારીથી દૂર રહો. કંગનાએ ડંખ મારતી હોય તેમ જણાવ્યું છે કે પોતાની શયતાની ફેન્ટસીઓને સંતોષવા તેઓ અમારો ઉપયોગ કરી રહ્યાં છે.વાત એમ બની હતી કે વીર દાસે સીનના શૂટિંગની વાત કરતાં જણાવ્યું હતું કે મારે એક કરૂણ કથા કહેવાની છે. કંગના અને મારે રિવોલ્વર રાનીમાં કીસ કરવાની હતી.અમે રિહર્સલ કર્યાં અને બધું બરાબર હતું. પછી શૂટના દિવસે કંગના પાત્રમાં એવી પ્રવેશી ગઇ કે તેણે મારા હોઠને એવો ચાવ્યો કે મને લોહી નીકળ્યું અને અમારે શૂટિંગ બંધ કરવું પડેલું.ગોસિપ તરીકે શરૂ થયેલી વાત હવે વિવાદમાં ફેરવાઇ ગઇ છે. હવે મામલો માત્ર કીસનો રહ્યો નથી પણ તે અંગે બે એક્ટર્સ જાહેરમાં લડી રહ્યાં તે છે. કોણ સાચું તે તો ફિલ્મના દિગ્દર્શક સાઇ કબીર જ કહી શકે.



