
અમદાવાદમાં 7 રેનબસેરા બનીને તૈયાર છે પરંતુ તેનું ઉદ્ઘાટન ન થતા શ્રમિકો તેમાં રહેવા જઈ શકતા નથી. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટ અને ઘાટલોડીયાના વોર્ડ પ્રમુખ નીલ પટેલે એક રેનબસેરાની મુલાકાત કરી હતી. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા કરન બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદના શ્રમિકો અને ગરીબો રેન બસેરા હોવા છતાં પણ ફૂટપાથ પર રહેવા માટે મજબૂર બન્યા છે. વરસાદના કારણે કરોડપતિ લોકો, ગરીબોના ઘર અને લોકોની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, લાખો અને કરોડોનું નુકસાન થયું છે અને સમગ્ર ગુજરાતમાં 50થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. આવી પરિસ્થિતિમાં શ્રમિકોનું ધ્યાન કોણ રાખશે? હું જ્યાં ઉભો એ જગતપુરનું રેનબસેરા છે. અહીંયા 500 રેનબસેરા બનાવવામાં આવ્યા છે અને જેમાં 3000 શ્રમિકો રહી શકે એવી સુવિધા છે. સમગ્ર અમદાવાદમાં 7 જેટલા કુલ રેન બસેરામાં 1100 જેટલા રૂમ છે અને 7500 શ્રમિકો એમાં રહી શકે એટલી ક્ષમતા છે. પરંતુ આ તમામ રેન બસેરા તંત્રની લાપરવાહીના કારણે હજુ સુધી શરૂ થયા નથી કારણકે અને ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ નથી. આજે આખા ગુજરાતમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને અનેક લોકો મૃત્યુ પામ્યા છે. એવા સમયમાં આ રેનબસેરા શરૂ કરવાની જરૂર હતી. પરંતુ સરકારની લાપરવાહીના કારણે રેનબસેરા શરૂ થયા નથી. જેના કારણે શ્રમિકો ફૂટપાથ પર રહેવા માટે મજબૂર બન્યા છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ડોક્ટર કરન બારોટે જણાવ્યું હતું કે, આજે વરસાદ પડી રહ્યો છે ત્યારે શ્રમિકોની રેન બશેરાની જરૂરત છે. સરકાર તાત્કાલિક ધોરણે ટેન્ડરની પ્રક્રિયા હોય કે બીજી કોઈ પણ આ પ્રક્રિયામાં અડચણ આવતી હોય એ તમામને દૂર કરીને આજે 7500 શ્રમિકો માટે રેન બસેરા બનાવવામાં આવ્યા છે એને શરૂ કરવામાં આવી. આજુબાજુમાં મેં લોકોને પૂછ્યું તો એમણે જણાવ્યું કે હજુ પણ ચાર-પાંચ કે કદાચ છ મહિના પણ લાગી શકે એમ છે. જ્યારે શ્રમિકોને રેનબસેરાની જરૂરત છે ત્યારે જ જો તમે એ લોકોને આ સુવિધા નહીં આપો તો પછી શું મતલબ? અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ઘણી જગ્યાએ આવાસ તૈયાર થઈ જાય છે પરંતુ તે ખંડેર હાલતમાં બદલાઈ જાય છે અને લોકો ત્યાં રહેવા જતા નથી અને આખરે તેને પાડવા પડે છે. સરકારને વિનંતી કરીએ છીએ કે આ જે પ્રજાના ટેક્સના પૈસે છે ઇમારત ઊભી થાય છે અને જો સરકાર સુવિધા શરૂ કરે તો શ્રમિકો આમાં રહેવાનું શરૂ કરે. તો અમારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે બસેરા શરૂ કરવામાં આવે.




