Jamnagar: જામનગરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના આંગણે ખુશીનો અવસર યોજાઈ રહ્યો છે. દીકરી અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન પહેલા યોજાઈ રહેલા પ્રિ-વેડિંગ પ્રસંગમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના ખ્યાતનામ લોકો આવી પહોંચ્યા છે. આ પ્રસંગે મુકેશ અંબાણીએ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું છે. તેમણે આ પ્રંસંગે મહેમાનોને સંબોધિત કર્યા છે. મુકેશ અંબાણીએ પ્રસંગમાં હાજર રહેલી ટીમ, પરિવારના સભ્યો અને મિત્રોને સંબોધિત કર્યા છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, અમારા ત્યાં આવેલા દરેક મહેમાન અતિથી છે, ‘અતિથી દેવો ભવ’ જેનો અર્થ થાય છે કે મહેમાન ભગવાનનું રૂપ છે. જ્યારે હું તમને નમસ્તે કહું છું, તેનો મતલબ એવો થાય છે કે, મારામાં રહેલી દિવ્યતા તમારી અંદર રહેલી દિવ્યતાને સ્વિકાર કરતો માર્ગ છે. આપ સૌએ લગ્નના આ માહોલને મંગલમય બનાવ્યો છે. હું આપનો ખુબ.. ખુબ.. આભાર પ્રગટ કરું છે, હૃદયથી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.
મુકેશ અંબાણીએ આગળ પોતાના મહેમાનોના સ્વાગતમાં આપેલા વક્તવ્યમાં કહ્યું કે, મિત્રો અને પરિવારના સભ્યો.. અનંત અને રાધિકા તેમના જીવનની એક લાંબી સફરનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. તમારા આશીર્વાદ તમના જીવનને મંગલમય બનાવશે. પરિવારના આંગણે આવેલા રૂડા અવસરમાં મહેમાનોનું સ્વાગત કરવાની સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના પિતા ધીરુભાઈ અંબાણીને યાદ કરીને કહ્યું કે તેઓ પણ આ પ્રસંગે મારા પિતા ધીરુભાઈ અંબાણી પણ આ પ્રસંગે (અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને) ભરપૂર આશીર્વાદ આપી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે તેઓને બમણી ખુશી હશે કારણ કે જામનગરમાં તેમના ગમતા પૌત્ર અનંતના આ ખુશીના દિવસો જામનગરમાં ઉજવી રહ્યા છીએ.
આગળ તેમણે જામનગર કઈ રીતે પોતાના હૃદય સાથે જોયેલું છે તે અંગે વાત કરીને કહ્યું કે, જામનગર મારા તથા મારા પિતાની કર્મભૂમિ છે. આ જગ્યા પર અમને અમારું મિશન, પેશન અને પર્પઝ મળ્યા છે. જામનગરની ધરતી એક સમયે વેરાન હતી, 30 વર્ષ પહેલા તે રણપ્રદેશ હતું. હવે આપ જે જોઈ રહ્યા છો તે ધીરુભાઈનું સાકાર થયું છે. જામનગર રિલાયન્સના ઇતિહાસમાં એક નિર્ણાયક વળાંક સાબિત થયું છે. આ એક એવું સ્થાન બનેલું છે કે જ્યાં અમે ભવિષ્યના વ્યવસાય અને અદ્વિતિય પરોપકારી પહેલનો આરંભ કર્યો છે.
વધુમાં મુકેશ અંબાણીએ મહેમાનોના સ્વાગતની સ્પીચમાં કહ્યું કે, અમારો એકમાત્ર ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધિને વધારવાનું અને પૃથ્વી પર તમામ લોકોની ભલાઈ માટે યોગદાન કરવાનું છે. હું વિનમ્રતા પૂર્વક કહું છું કે, જામનગર આપને એક નવા ભારતના ઉદયની ઝલક આપશે જે જીવંત, આશાવાદી અને આત્મવિશ્વાસથી ભરેલું છે.
જે પ્રસંગ પર મહેમાનો એકઠા થયા છે તે અંગની વાત કરીને મુકેશ અંબાણીએ કહ્યું, મિત્રો, હવે હું અનંત અને રાધિકા વિશે થોડા શબ્દો કહેવા માગું છું. સંસ્કૃતમાં અનંતનો અર્થ ‘કોઈ અંત નથી’ એવો થાય છે. હુ અનંતમાં અનંત સંભાવનાઓ જોઈ રહ્યો છું. હું જ્યારે પણ અનંતને જોઉં છું તો તેમનામાં મને મારા પિતા ધીરુભાઈ દેખાય છે. તેમનું (ધીરુભાઈ અંબાણી) એવું વલણ હતું કે હું કરી શકું છું.. હું કરીશ.. કશું પણ અશક્ય નથી. માટે હું આપ સૌને ગીત, નૃત્ય સાથે આ પ્રસંગમાં ઓતપ્રોત થઈ જવા માટે કહું છું.
અંતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે, તમે દિલથી ફરી યુવાન બની જાવ..! અને હું પણ પ્રત્યન કરવા જઈ રહ્યો છું. જામનગરમાં આપનું સ્વાગત છે. અમારા માટે આપ સૌ VIP છો અને હું ઉષ્માભેર આપનું સ્વાગત કરું છું.