
નેતન્યાહૂએ ટ્રમ્પનો ગાઝા પીસ પ્લાન ફગાવ્યો હમાસ સંપૂર્ણપણે ખતમ ન થાય ત્યાં સુધી સેના પાછી નહીં હટે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ગાઝા શાંતિ માટે ટ્રમ્પના ૧૫-મુદ્દાના બોર્ડ ઓફ પીસ પ્લાનને ફગાવી દીધો
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત ૧૫-મુદ્દાના બોર્ડ ઓફ પીસ (Board of Peace) પ્લાનને ફગાવી દીધો છે. નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી હમાસ સંપૂર્ણપણે શસ્ત્રો નહીં ફેંકે, ત્યાં સુધી ઇઝરાયલી સેના ગાઝામાંથી પીછેહઠ કરશે નહીં.
હમાસનો ખાતમો જરૂરી: નેતન્યાહૂએ ભારપૂર્વક કહ્યું કે, ઇઝરાયલ હમાસનો વાસ્તવિક અને સંપૂર્ણ અંત ઈચ્છે છે.
માત્ર દેખાવ પૂરતું આતંકવાદી સંગઠનને નબળું પાડવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે.
અમેરિકા સાથે વાટાઘાટો ચાલુ: તેમણે ઉમેર્યું કે, આ મુદ્દે અમેરિકા સાથે ચર્ચા ચાલુ છે. ટ્રમ્પ વહીવટીતંત્રની કેટલીક યોજનાઓ સામે ઇઝરાયલને સંમતિ છે, જ્યારે કેટલીક શરતો સામે વાંધો છે.
બોર્ડ ઓફ પીસ અને ટ્રમ્પનો દાવો: અમેરિકાના નેતૃત્વ હેઠળના બોર્ડ ઓફ પીસ ના ડિરેક્ટર નિકોલે મ્લાદેનોવ અને નેતન્યાહૂ વચ્ચેની બેઠક બાદ બોર્ડે પણ જણાવ્યું હતું કે, ગાઝામાંથી ઇઝરાયલી સેના ત્યારે જ પાછી હટશે, જ્યારે હમાસના તમામ શસ્ત્રો જપ્ત કરી લેવામાં આવશે.બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, યુદ્ધ વિરામ અને શાંતિ યોજના પર સફળતા મળી છે. જાેકે, ગયા વર્ષે યુદ્ધ વિરામની સહમતી છતાં ગાઝામાં ઇઝરાયલી સૈન્ય કામગીરી ચાલુ રહી છે.




