
વાઈરલ ફોટોઝ જાેઈને ફેન્સ થયા પાણી પાણી… બનારસી સાડી અને ડાયમંડ નેકલેસમાં સચિન તેંડુલકરની પુત્રીનો રોયલ અંદાજ! સારા તેંડુલકરના આ રોયલ સાડી લુકના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે
ભારતના મહાન પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની લાડકવાયી દીકરી સારા તેંડુલકર અવારનવાર પોતાની સ્ટાઈલ અને ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે. ચાહે કોઈ ઈવેન્ટ હોય કે ફંક્શન, તે પોતાની સુંદરતાથી ફેન્સનું ધ્યાન ખેંચવામાં હંમેશા સફળ રહે છે. હવે સારા એકવાર ફરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલા અત્યંત રોયલ અને ક્લાસી લુકને કારણે લાઈમલાઈટમાં આવી ગઈ છે.સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી સારા તેંડુલકરે તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રમા આઈડી પર પોતાના સુંદર ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે પેસ્ટલ ગ્રીન રંગની ‘કત્થન સિલ્ક બનારસી હેન્ડલૂમ‘ સાડીમાં નજરે પડે છે. આ સાડી સાથે તેણે ઓફ-વાઈટ પ્યોર સેટિન સિલ્ક અને ઓર્ગેન્ઝા સિલ્કમાંથી તૈયાર કરેલું ‘કોર્સેટ-સ્ટાઈલ’ બ્લાઉઝ પેર કર્યું છે. તેનું આ કોમ્બિનેશન ટ્રેડિશનલ અને મોર્ડન ફેશનનું અદ્ભુત મિશ્રણ પૂરું પાડે છે. સાડી અને બ્લાઉઝનું ડિઝાઈનિંગ જાણીતી બ્રાન્ડ ‘તિલ્ફી’ દ્વારા કરવામાં આવ્યું છે.સારાએ પોતાના આ લુકને વધારે ખાસ અને રોયલ બનાવવા માટે સારાએ સ્ટેટમેન્ટ ડાયમંડ નેકલેસ અને મેચિંગ કફ બ્રેસલેટ પહેર્યું છે. તેણે સોફ્ટ ગ્લેમરસ લુક માટે મિનિમલ મેકઅપ પસંદ કર્યાે છે અને વાળને લો-બન સ્ટાઈલમાં બાંધીને આગળ થોડી લટો ખુલ્લી રાખી છે. હાથમાં ફુલોનો ગુલદસ્તો પકડીને તેણે આપેલા સ્ટાઇલિશ પોઝ પર ફેન્સ આફરીન થઈ ગયા છે.સારા તેંડુલકરના આ રોયલ સાડી લુકના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તેની ક્યુટ સ્માઈલ અને એલિગન્ટ અંદાજ પર ફેન્સ મન મૂકીને લાઈક્સ અને કમેન્ટ્સ વરસાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ પોસ્ટ ના જાેઈ હોય તો અત્યારે જ જાેઈ લો.




