
ટિંકી ટોલીની શાળાની કહાની હજુ લાંબી ચાલશે ‘આદર્શ બાલ વિદ્યાલય’ની સફળતા પછી સીઝન ૨ અને ૩ પણ આવશે ‘આદર્શ બાલ વિદ્યાલય’માં કે કે મેનન, અર્ચના પુરણ સિંહ, અભિમન્યુ સિંહ, અન્નપૂર્ણા સોની અને પ્રાચી શાહ મહત્વના રોલમા હશે
પ્રાઇમ વીડિયોએ તેની લોકપ્રિય ઓરિજિનલ કોમેડી-ડ્રામા સિરીઝ ‘આદર્શ બાલ વિદ્યાલય’ની સીઝન ૨ અને ૩ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. એટલે ટિંકી ટોલીની શાળામાં છેલ્લી ઘંટડી વાગી ગઈ હોવાનું માનતાં દર્શકો માટે હજુ ઘણું બાકી છે. ૨૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ વર્લ્ડવાઇડ પ્રીમિયર થયા બાદ સિરીઝે ઝડપથી વૈશ્વિક દર્શકોમાં લોકપ્રિયતા મેળવી છે. તે દુનિયાની ટોપ-૧૦ યાદીમાં નંબર-૧ નોન-ઇંગ્લિશ સિરીઝ તરીકે ટ્રેન્ડ થઈ હતી. ભારતમાં સિરીઝને દેશના ૯૪ ટકા પિન કોડ્સમાંથી વ્યૂઅરશિપ મળી છે. પોશમ પા પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ સિરીઝનું દિગ્દર્શન હિમાંક ગૌરે કર્યું છે, જ્યારે બિસ્વપતિ સરકાર અને સમિર સક્સેના તેના સર્જક અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે.સિરીઝની વાર્તા ટિંકી ટોલીની એકદમ ગેરવ્યવસ્થિત શાળાનાં આરામપ્રિય હેડમાસ્ટર જ્ઞાનેશ્વર ત્રિપાઠી અને શાળામાં વ્યવસ્થા લાવવાના તેમના મહત્વાકાંક્ષી પ્રયાસની આસપાસ ફરે છે. સિરીઝ બિસ્વપતિ સરકાર, અક્ષય અસ્થાના, નુપુર પાઈ, તત્સત પાંડે અને મેઘના શ્રીવાસ્તવે લખી છે.‘આદર્શ બાલ વિદ્યાલય’માં કે કે મેનન, અર્ચના પુરણ સિંહ, અભિમન્યુ સિંહ, નવીન કસ્તુરીયા, પ્રસન્ના બિષ્ત, દેવેન ભોજાણી, અજિતેશ ગુપ્તા, અન્નપૂર્ણા સોની અને પ્રાચી શાહ મહત્વના રોલમાં જાેવા છે. સીઝન ૨ અને ૩નું કામ શરૂ થવા સાથે ટિંકી ટોલીની શાળાની કહાની હજુ લાંબી ચાલવાની છે. પ્રાઇમ વીડિયોએ પણ હળવા અંદાજમાં સંકેત આપ્યો છે કે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ક્લાસ પૂરો થયો હોવાનું માનતા તમામ લોકો ફરી પોતાની બેઠકો પર આવી જાય—હાજરી ફરજિયાત છે!




