
CBSE એ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર સીબીએસઈએ ૧૨માંની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે કુલ ૭૯ વિષયોના સેમ્પલ પેપર જાહેર કર્યા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ ૧૦માં અને ૧૨માં ધોરણની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત સીબીએસઈએ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ની તૈયારીઓ માટે સેમ્પલ ક્વેશ્ચન પેપર જાહેર કર્યા છે. સીબીએસઈએ ૧૦માં અને ૧૨માંની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે વિષયવાર સેમ્પલ ક્વેશ્ચન પેપર બહાર પાડ્યા છે. આ સાથે જ સીબીએસઈએ ૨૦૨૭ બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ જાહેર કરી છે, જેમાં સીબીએસઈ દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.સીબીએસઈએ ૧૦માંની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે કુલ ૬૧ વિષયોના સેમ્પલ પેપર જાહેર કર્યા છે. આ સાથે જ પરીક્ષા અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ બહાર પાડવામાં આવી છે. વિદ્યાર્થીઓ વિષયવાર સેમ્પલ પેપર ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. વિષયવાર સેમ્પલ પેપરની સાથે બીજી લિંકમાં અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમની માહિતી આપવામાં આવી છે.સીબીએસઈએ ૧૨માંની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે કુલ ૭૯ વિષયોના સેમ્પલ પેપર જાહેર કર્યા છે. આ સાથે જ પરીક્ષા અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ બહાર પાડવામાં આવી છે. વિદ્યાર્થીઓ વિષયવાર સેમ્પલ પેપર ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. વિષયવાર સેમ્પલ પેપરની સાથે બીજી લિંકમાં અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમની માહિતી આપવામાં આવી છે.આ સેમ્પલ પેપરની મદદથી વિદ્યાર્થીઓ ૨૦૨૭ બોર્ડ પરીક્ષાની તૈયારી કરી શકે છે. જેમ કે, સેમ્પલ પેપરના માધ્યમથી વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની પેટર્ન વિશે જાણી શકે છે. તેને ઉકેલવાથી વિદ્યાર્થીઓ પોતાના ટાઈમ મેનેજમેન્ટને વધુ સારું બનાવી શકે છે.સીબીએસઈએ બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે સેમ્પલ પેપર જાહેર કરવાની સાથે જ સ્પષ્ટ કર્યું છે કે, બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સીબીએસઈએ જણાવ્યું છે કે, બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ ૨૦૨૬ બોર્ડ પરીક્ષાની જેમ જ રહેશે.




