
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
ગુજરાત રાજયમાં સફાઈ કામની કામગીરી સાથે વાલ્મીકિ, નાડીયા અને મેઘવાડ સમાજ સંકળાયેલા છે. વર્ષો પહેલા માથે મેલુ ઉપાડવાની કામગીરી વાલ્મીકિ સમાજ કરતો હતો. આ સમાજના મોટા ભાગના લોકોનું જીવન નિર્વાહ સફાઈ કામગીરી ઉપર નિર્ભર છે. ત્યારે સરકાર ધ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ કરી આ સમાજને ભૂખમરામાં ધકેલવાના પ્રયાસ શરૂ કરેલ છે. રાજય સરકારે કોન્ટ્રાકટરોના લાભાર્થે શરૂ કરેલ કોન્ટ્રાક્ટ સિસ્ટમને અમે વખાડીએ છીએ. ગુજરાત સરકાર રાજયમાંથી સફાઈકામની કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરે તે માટેની માંગણી કરીએ છીએ. તા.૪/૧૦/૨૦૨૬ ના રોજ સુરત ખાતે સફાઈ કામગીરી સાથે સંકળાયેલા અનુસુચિતજાતિ-અનુસુચિત જનજાતિ ના આગેવાનો કાર્યકરોની વિશાળ સભા રાખવામા આવેલ છે. આ સભામાં સમગ્ર ગુજરાતમાંથી સફાઈ કામની કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા ના આગળના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે એમ સુરતના વાલ્મીકિ સમાજના આગેવાનો ભાઈલાલ બી. વૈષ્ણવ, જયંતિભાઈ વાઘેલા,શશીકાન્તભાઈ સોલંકી,પ્રવીણભાઈ પટેલ, કિરીટભાઈ વાઘેલા, ઇકબાલભાઈ શેખ, હરીશભાઈ રાઠોડ, વિજયભાઈ શેણમારે એ એક નિવેદનમાં જણાવેલ છે.




