
૨૭ નવેમ્બરે રિલીઝ થનારી ફિલ્મમાં એક્શન સાથે પિતા-પુત્રીના સંબંધની કહાણી ‘માઈસા’ના અંતિમ યુદ્ધની ઝલકમાં રશ્મિકા મંદાનાનો આક્રમક અવતાર સિતા રામમ માટે જાણીતા રવિન્દ્ર પુલેના દિગ્દર્શનમાં બનેલી માઇસા એક મહિલા-કેન્દ્રિત એક્શન થ્રિલર છે રશ્મિકા મંદાનાની આગામી ફિલ્મ માઇસાની રિલીઝને લઈને ઉત્સુકતા વધી રહી છે. ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં આવનારી આ પૅન-ઇન્ડિયા ફિલ્મમાં રશ્મિકા એક નવા અને આક્રમક અવતારમાં જાેવા મળશે. હવે મેકર્સે ફિલ્મનાં અંતિમ યુદ્ધના સિક્વન્સની એક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે.મેકર્સે શેર કરેલા ટૂંકા વીડિયોમાં ફિલ્મનાં છેલ્લા સીનની કેટલીક ઝલક જાેવા મળે છે. પોસ્ટ સાથે તેમણે લખ્યું, “અંતિમ યુદ્ધ માઇસા.” આ પહેલાં ફિલ્મનાં પોસ્ટર અને અન્ય પ્રમોશનલ સામગ્રી બાદ ટીઝર પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં રશ્મિકાનાં પાત્રની ઝલક મળી હતી.સિતા રામમ માટે જાણીતા રવિન્દ્ર પુલેના દિગ્દર્શનમાં બનેલી માઇસા એક મહિલા-કેન્દ્રિત એક્શન થ્રિલર છે. ફિલ્મની કહાણી આદિવાસી વિસ્તારોની પૃષ્ઠભૂમિમાં આકાર લે છે અને તેમાં એક્શનની સાથે પિતા-પુત્રીના સંબંધને પણ મહત્વ આપવામાં આવ્યું છે.ટીઝરમાં રશ્મિકા ધારદાર અને ઉગ્ર લૂકમાં જાેવા મળી હતી, જે તેનાં અગાઉના કેટલાક પાત્રોથી અલગ છે. ફિલ્મનું સંગીત જેક્સ બેજાેયે આપ્યું છે. અત્યાર સુધી સામે આવેલા પ્રમોશનલ મટિરિયલમાં ફિલ્મનાં માહોલ, પાત્રો અને એક્શનની ઝલક રજૂ કરવામાં આવી છે. ફિલ્મ ૨૭ નવેમ્બરે રિલીઝ થશે.




