
એક મેગેઝિન સાથેની વાતચીત દરમિયાન તારાએ કહ્યું ‘મારા માતા-પિતાએ મને અને બહેનને હંમેશાં એકસમાન ગણ્યાં’ તારા છેલ્લે ગીતા મોહનદાસ દિગ્દર્શિત ટોક્સિકમાં જાેવા મળી હતી : તારાએ ફિલ્મમાં રેબેકા અલ્મેડાનું પાત્ર ભજવ્યું હતુ
તારા સુતારિયાએ પોતાનાં બાળપણ અને પરિવારના ઉછેર વિશે વાત કરતાં જણાવ્યું છે કે તેનાં માતા-પિતાએ તેને અને તેની બહેનને હંમેશાં સમાન રીતે ઉછેર્યાં હતાં. તાજેતરમાં એક મેગેઝિન સાથેની વાતચીત દરમિયાન તારાએ કહ્યું કે નાનપણથી જ બંને બહેનોનાં અભિપ્રાયને પરિવારમાં મહત્વ આપવામાં આવતું હતું.તારાના જણાવ્યા મુજબ, તેનાં માતા-પિતા બંને દીકરીઓ સાથે જાણે તેઓ પુખ્ત હોય એ રીતે વાત કરતાં અને તેમનાં વિચારોને પણ મહત્વ આપતાં હતાં. તારાએ કહ્યું, “મારા મમ્મી-પપ્પાએ મારી બહેન અને મને હંમેશાં એકસમાન ગણ્યાં હતાં. અમે બાળકો હતાં ત્યારે પણ અમારી સાથે પુખ્ત વ્યક્તિની જેમ વ્યવહાર થતો અને અમારા અભિપ્રાયને હંમેશાં મહત્વ અપાતું હતું.”તારા માને છે કે બાળકોને પોતાની વાત વ્યક્ત કરવાની અને પોતાની દલીલ રજૂ કરવાની તક મળે તો તેમનાં આત્મવિશ્વાસ પર તેની લાંબા ગાળાની અસર થાય છે. તેણે પોતાનાં પરિવાર વિશે કહ્યું કે તે મતભેદથી ગભરાતી નથી અને ઘણી વખત અસહમતિ સાથે પણ સહમત થવાનું પસંદ કરે છે. તારાનાં મતે, પરિવારના આ વાતાવરણથી તેને પોતાનાં વિચારો ખુલીને વ્યક્ત કરવાની ટેવ પડી. તેનાં કહેવા પ્રમાણે, આ અનુભવથી તેનાં વ્યક્તિત્વમાં પરિપક્વતા, આત્મવિશ્વાસ અને પોતાની ઓળખ અંગેની સમજ વિકસવામાં મદદ મળી.જાે કામની વાત થાય તો તારા છેલ્લે ગીતા મોહનદાસ દિગ્દર્શિત ટોક્સિકમાં જાેવા મળી હતી. ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં યશ મુખ્ય ભૂમિકામાં હતો. તારાએ ફિલ્મમાં રેબેકા અલ્મેડાનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી અને રુક્મિણી વસંત પણ મહત્વની ભૂમિકામાં છે.




