
આરબ જગતમાં ફાતીમા બીજા મહિલા વડાપ્રધાન બની રહેશે ફાતીમા ઇઝહરા અલ-મન્સૂરી મોરોક્કોનાં સર્વ પ્રથમ મહિલા વડાપ્રધાન બની રહેશે વ્યવસાયે વકીલ અને ઝારાકેશનાં પૂર્વ મેયર ફાતીમાએ મોરોક્કોની રાજવી : કીંગ મોહમ્મદ ૬ઠ્ઠાએ વડાપ્રધાન પદે નિયુક્ત કર્યાં શેક્સપીયરના ઓથેવો ધી મૂર ના દેશ મોરોક્કોમાં રાજવી, કિંગ મોહમ્મદ ૬ઠ્ઠાએ મંગળવારે ફાતીમા ઇઝહરા અલ-મન્સૂરી મોરોક્કોનાં વડાપ્રધાન પદે નિયુક્ત કરતાં ફાતીમા તેઓનાં દેશના સૌથી પહેલા મહિલા વડાપ્રધાન બની રહેશે.સપ્ટેમ્બર ૨૩ના દિને યોજાયેલી મોરોક્કોની સંસદની ચૂંટણીમાં ફાતીમાના પક્ષે સૌથી વધુ બેઠકો મેળવી હોવાથી કિંગ મોહમ્મદે તેઓને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે મોરક્કોમાં કોન્સ્ટીટયુશનલ મોનાર્કી છે. ત્યાં જે પક્ષ બહુમતી સિદ્ધ કરી શકે તેને રાજા સરકાર રચવા આમંત્રણ આપે છે. ફાતીમાની પાર્ટી ઓથેન્ટીસીટી એન્ડ માડર્નિટી પાર્ટી (પીએએમ)ની સ્થાપના ૨૦૦૮માં થઇ હતી. ૩૯૫ શીટવાળી મોરક્કોની સંસદમાં અલ-મન્સૂરીની પાર્ટીને ૯૭ સીટ મળી હતી. તેણે અન્ય નાની પાર્ટીઓ સાથે સંગઠન રચી બહુમતી સિદ્ધ કરી, તેના સાંસદોનું લિસ્ટ રાજવીને સોંપ્યું હતું. તે પછી મંગળવારે રાજમહેલમાં યોજાયેલા એક સમારંભમાં ફાતીમાને સરકાર રચવા રાજવીએ આમંત્રણ આપ્યું હતું.૫૦ વર્ષના ફાતીમા વ્યવસાયે વકીલ છે. તેઓ દક્ષિણનાં મારેકેશમાં વકીલાત પણ કરતાં હતાં અને તેના મેયર પદે પણ ચૂંટાઇ આવ્યા હતાં.તેમના પક્ષ પછી બીજા ક્રમે ધી નેશનલ રેલ ઓફ ઇન્ડીપેન્ડન્ટસ (એનઆરએઆઈ) પાર્ટીને ૬૬ બેઠકો મળી હતી. જયારે ઇસ્તીકલામા પાર્ટી ૬૫ બેઠકો સાથે ત્રીજા ક્રમે રહી છે.ફાતીમા આરબ જગતમાં વડાપ્રધાન પદે આવનારા બીજા મહિલા છે. તેઓ પૂર્વે ટયુનિશિયામાં નજલા બાઉદેન ૨૦૨૧ થી ૨૦૨૩ સુધી વડાપ્રધાન પદે રહ્યાં હતાં.ફાતીમાએ આ પૂર્વેની સરકારમાં પણ મંત્રી પદે રહી ચૂકયા હતાં. તેઓએ શપથ વિધિ પછી કહ્યું હતું કે તેઓ રેડ-લાઇન સ્વીકારશે નહીં. વાસ્તવમાં આપણે ઇતિહાસનું એક પૃષ્ટ ફેરવી દીધું છે.




