
શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો પાકિસ્તાને અગાઉ જ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું : બંને ટીમો વચ્ચે ૩ ઓક્ટોબરે રમાશે
સેમીફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ભારતીય ટીમ એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે. પાકિસ્તાને અગાઉ જ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. હવે આ બંને ટીમો વચ્ચે ગોલ્ડ મેડલ માટેની મેચ ૩ ઓક્ટોબરે રમાશે. એશિયન ગેમ્સ ૨૦૨૬ ના પુરુષ ક્રિકેટ ઇવેન્ટમાં ગુરુવારે (૦૧ ઓક્ટોબર) શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ વાળી ટીમ ઇન્ડિયાએ બીજી સેમિફાઇનલમાં શ્રીલંકાને ૧૨૪ રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. પાકિસ્તાન પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ચૂક્યું હતું. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ૦૩ ઓક્ટોબર (શનિવાર) ના રોજ ગોલ્ડ મેડલ મેચ રમાશે. આ મુકાબલો ભારતીય સમય અનુસાર સવારે ૧૦ વાગ્યાથી શરૂ થશે.
વાત કરીએ શ્રીલંકા સામે થયેલી સેમિફાઇનલની, તો અહીં ટીમ ઇન્ડિયાએ એકતરફી જીત હાંસલ કરી. નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો ર્નિણય લીધો. પહેલા બેટિંગ માટે ઊતરેલી ટીમ ઇન્ડિયાએ ૨૦ ઓવરમાં ૭ વિકેટ પર ૧૬૯ રન બનાવ્યા. ચેઝ કરતા શ્રીલંકા ૯.૫ ઓવરમાં ફક્ત ૪૫ રન પર ઓલઆઉટ થઈ ગઈ.
ઇશાન કિશને મુશ્કેલ પીચ પર શાનદાર બેટિંગ કરતા ૪૬ બોલમાં ૪ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી અણનમ ૮૦ રન બનાવ્યા. તેમની આ ઇનિંગના દમ પર ટીમ ઇન્ડિયા ૧૬૦ નો આંકડો પાર કરી શકી. આ સિવાય વૈભવ સૂર્યવંશીએ ૬ ચોગ્ગા અને ૨ છગ્ગા લગાવીને ૩૮ રન બનાવ્યા. બાકીના તમામ બેટ્સમેન ફ્લોપ રહ્યા. અભિષેક શર્માએ ૦૭ રન, સંજૂ સેમસને ૦૭ રન, તિલક વર્માએ ૦૨ રન, અક્ષર પટેલે ૦૮ રન, શિવમ દુબેએ ૦૩ રન અને કેપ્ટન શ્રેયસ અય્યરે ૧૩ રન બનાવ્યા. બાકી વોશિંગ્ટન સુંદર ૦૭ રન પર અણનમ રહ્યો.
જાે ઇશાનના બેટથી ૮૦ રનની ઇનિંગ ન નીકળી હોત, તો ભારત માટે ૧૦૦ રનનો ટોટલ પણ બોર્ડ પર લગાવવો મુશ્કેલ થઈ શકતો હતો. તેમણે સૂઝબૂઝ ભરી બેટિંગ કરીને ટીમને સારા ટોટલ સુધી પહોંચાડી. બોલરો માટે સાનુકૂળ પીચ પર મોટો ટોટલ જાેઈને શ્રીલંકાની ટીમ પૂરી રીતે દબાણમાં દેખાઈ.
ચેઝમાં શ્રીલંકાના ખરાબ હાલ ચેઝ માટે મેદાન પર ઊતરેલી શ્રીલંકા તરફથી ખૂબ જ ખરાબ બેટિંગ જાેવા મળી. ટીમે કોઈ રન બનાવ્યા વગર ૨ વિકેટ ગુમાવી દીધી હતી. ૦૨ રનના સ્કોર પર ટીમની ત્રીજી વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ ૧૮ રન પર ટીમને ચોથો અને પાંચમો ઝટકો લાગ્યો. ફક્ત ૧૮ રન પર અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી હતી. ત્યારબાદ ટીમે ૩૧ રન પર છઠ્ઠી અને ૩૩ રન પર સાતમી વિકેટ ગુમાવી. બાકી આઠમી, નવમી અને દસમી વિકેટ ૪૫ રનના સ્કોર પર જ પડી ગઈ. ભારત માટે જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને અભિષેક શર્માએ ૨-૨ વિકેટ લીધી. વોશિંગ્ટન સુંદરના ખાતામાં ૧ વિકેટ આવી.




