
ઉપરોક્ત તસવીર સર્વે નં.૯૧ ઉધના યાર્ડ સુરત ખાતે આવેલ હનુમાન મંદિર મહોલ્લામાં COP ની જગ્યામાં આંગણવાડીની બાજુમાં લાઈબ્રેરી માટે ફાળવવામાં આવેલી જગ્યામાં માત્ર શોભાના ગાંઠિયા સમાન તસવીરમાં દેખાતું બોર્ડ મારીને સત્તાધીશોએ સંતોષ માણ્યો છે. કારણ લિંબાયત ઝોનના કાર્યપાલક ને આ બાબતે તા.૨૯/૦૧/૨૦૨૬ ના રોજ લેખિત રજૂઆત કરવા છતાં આજ સુધી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલુંજ નહીં સદર લાઈબ્રેરીની જગ્યાની વિઝિટ પણ ઝોનલ ચીફ નિલેષ પટેલ, ડેપ્યુ.ઇજનેર કામિનીબેન દોશી, આસિસ્ટ. ઇજનેર જયસુખ રાઠોડ વિગેરે અધિકારીઓ કરી ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી આજદિન સુધી કરવામાં આવી નથી. શરમની વાત એ છે કે વાંચે ગુજરાત ભણશે ગુજરાત જેવા રૂપાળા સૂત્રો માત્ર જાહેરાતો પૂરતા જ મર્યાદિત હોય એ ઉપરોક્ત તસવીર જોતાં દેખાઈ રહ્યું છે.
(તસવીર અને અહેવાલ છગનલાલ મેવાડા) સુરત.




