
યુપીઆઈ ચાર્જ અંગે વધતો રોષ હોલસેલરના ૩૦૦૦૦ ના પેમેન્ટમાં ૪૫૦ નફામાંથી ૧૨૦ રૂ. તો ટેક્સમાં જતા રહેશે યુપીઆઈથી કરવામાં આવતા પેમેન્ટની રકમમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની રકમ પણ આવી જ જાય છે
ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સના વેપારીઓ દોઢ ટકાના માર્જિનમાં ધંધો કરતાં હોવાથી તેને ૩૦ હજાર રૂપિયાના યુપીઆઈના પેમેન્ટ પર ૪૫૦ રૂપિયા માર્જિન મળે છે. આ માર્જિનમાંથી ૩૦ હજાર રૂપિયાના પેમેન્ટ ઉપર ૦.૪ ટકાના દરે ૪૫૦ રૂપિયાના નફામાંથી ૧૨૦ રૂપિયા જીએસટી પેટે કપાઈ જાય તો વેપારીના નફો ઘટીને ૩૩૦ રૂપિયા થઈ જતો હોવાથી તેઓ યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન કરવાનું બંધ કરી દેવાનું પસંદ કરશે. બીજીતરફ શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠનના વેપારીઓ કહે છે કે સરકારે વન નેશન વન ટેક્સની કરેલી વાત સાવ જ પોકળ છે.આજે યુપીઆઈથી કરવામાં આવતા પેમેન્ટની રકમમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની રકમ પણ આવી જ જાય છે. તેમ છતાં તે કુલ પેમેન્ટ પર ૦.૪ ટકાના દરે ટેક્સ ચાર્જ કરીને જીએસટીની રકમને પણ ફરીથી વેરાને પાત્ર બનાવી દઈને ટક્સ ઉપર ટેક્સ નાખવાની સમસ્યા ઊભી કરી દીધી છે. યુપીઆઈના માધ્યમથી ૭૫૦૦૦ રૂપિયાનું પેમેન્ટ કરે ત્યારે મહત્તમ ૩૦૦૦ રૂપિયાનો મહત્તમ ટેક્સ ભરવાનો આવે છે. પરંતુ આ નાનો ટેક્સ એફએમસીજીના હોલસેલર્સના ૩૩ ટકા માર્જિન ચાઉં કરી જાય છે. નો પેમેન્ટ ડેના દિવસે જે વેપારીઓનો વિરોધ બુલંદ બનવા માંડ્યો છે.એફએમસીજીના હોલસેલર્સનું કહેવું છે કે એફએમસીજીના હોલસેલર્સ માત્ર ૫ ટકાના ગ્રોસ નફા પર કામ કરી રહ્યા છે. તેમાંથી ત્રણથી સાડા ત્રણ ટકા પગાર અને ડિલીવરીનો ખર્ચ આવે છે. આ ખર્ચને બાદ કરતાં વેપારીઓ પાસે દોઢ ટકો રકમ બચશે. યુપીઆઈના માધ્યમથી તેનું પેમેન્ટ થાય તો તેના પેમેન્ટ માટે પેમેન્ટની કુલ રકમમાંથી ૦.૪ ટકાના દરે ગણતરી માંડીએ તો ૪૫૦ રૂપિયાના નફામાંથી જીએસટીના ૧૨૦ રૂપિયા કપાઈ જશે. હોલસેલરનો નફો ઘટીને ૩૩૦ રૂપિયા થઈ જશે. વેપારી પાસે પોતાનું ગોદામ હોય તો જ આ રકમ ચોખ્ખા નફા તરીકે બચે છે. પરંતુ તે હોલસેલર પાસે પોતાની માલિકીનું ગોદામ ન હોય અને તે ભાડે લઈને ચલાવતા હોય તો તે હોલસેલરનો નફો ઓર તૂટી જાય છે. આ સ્થિતિમાં વેપારીએ ગાંઠના ગોપીચંદ કરવા પડી શકે છે.આજે પાણીપૂરીના વેપાર કરનારાની ૧૦ હજાર રૂપિયાની દૈનિક આવક હોય તો તેવા સંજાેગોમાં સરકારને તેની પાસેથી વેરાની આવક થવાની સંભાવના ઊભી થાય છે. સરકારને તેના વેપારીની આવકનો ચોખ્ખો અંદાજ આપી શકાય છે. આમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારાઓનો તમામ રેકોર્ડ સરકાર પાસે પહોંચતો હોવાથી તેની પાસેથી ભવિષ્યમાં ઇનકમટેક્સની આવક થવાની પણ સંભાવના વધી જતી હતી. સરકાર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ટેક્સ લગાડી દીધો હોવાથી આ વેપારીઓ ડિજિટલ પેમેન્ટ લેવાને બદલ રોકડેથી પૈસા લઈને વેપાર કરવાનું પસંદ કરશે.છેલ્લા પાંચ વર્ષમાં રોકડનો વહેવાર ખાસો ઓછો થયો હતો. પરંતુ સરકારે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાલુ કરી દઈને વેપારીઓને ફરીથી રોકડના વહેવારો કરવાની ફરજ પાડી છે. ડિજિટલ પેમેન્ટ લેનારાઓનો રેકોર્ડ કાઢવામાં આવે તો તેમની સાચી આવક કેટલી છે તેનો અંદાજ આવી શકે છે. પરંતુ હવે લોકો ફરીથી રોકડના વહેવાર કરશે.




