
ઉત્તર કોરિયાના વિશ્વના નંબર ૧ કુસ્તીબાજને હરાવ્યો કુસ્તીબાજ અમન સહરાવતે ભારતને અપાવ્યો ૨૦મો ગોલ્ડ પુરુષોની ૫૭ કિગ્રા કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો
ભારતના અમન સહરાવતે પુરુષોની ૫૭ કિગ્રા કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે ઉત્તર કોરિયાના વિશ્વના નંબર ૧ કુસ્તીબાજને હરાવ્યો. અમન સહેરાવતે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેણે પુરુષોના ૫૭ કિલોગ્રામ ઇવેન્ટના ફાઇનલમાં વર્લ્ડ નંબર-૧ પહેલવાનને ચિત કરી દીધો. મુકાબલો છેલ્લી મિનિટ સુધી રોમાંચક બની રહ્યો, જેમાં અમન ઉત્તર કોરિયાના ચોંગ સોંગને ૧૧-૭ થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
આ ૨૦૨૬ એશિયન ગેમ્સમાં ભારતનો ૨૦મો અને કુશ્તીમાં કુલ બીજાે ગોલ્ડ મેડલ છે. આ અમન સહેરાવતનો એશિયન ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ છે. ૨૦૨૨ના એશિયાઈ રમતોત્સવમાં તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
કુશ્તીનો મુકાબલો ૬ મિનિટ સુધી ચાલે છે, જેમાં ત્રણ-ત્રણ મિનિટના ૨ રાઉન્ડ રમાય છે. અમન ૨-૦ થી પ્રારંભિક સરસાઈ હાસલ કરી લીધી હતી અને પહેલા ૩ મિનિટ પૂરા થવા સુધી પણ પોતાના કોરિયાઈ પ્રતિદ્વંદ્વીથી આગળ ચાલી રહ્યો હતો. પરંતુ ચોંગ સોંગે આગામી ૩ મિનિટમાં બતાવ્યું કે તે કેમ વર્લ્ડ નંબર-૧ છે. તેણે મુકાબલાની ચોથી અને પાંચમી મિનિટને પૂરી રીતે ડોમિનેટ કરી, જ્યારે અમન સહેરાવત થાકેલો નજરે પડવા લાગ્યો હતો.
જ્યારે મુકાબલામાં માત્ર એક મિનિટ બાકી હતી, ત્યારે ચોંગ સોંગ પાસે અમન પર ૭-૬ ની સરસાઈ હતી. જે રીતે ઉત્તર કોરિયાઈ પહેલવાન આક્રમક વલણ બતાવી રહ્યો હતો, તેનાથી લાગી રહ્યું હતું કે હવે અમન સહેરાવત પાછળ ધકેલાતો જશે. પરંતુ છેલ્લી એક મિનિટમાં ચોંગ સોંગ પોતાની જ આક્રમકતામાં ફસાતો ગયો, જેનો ફાયદો અમનને મળ્યો.
છેલ્લી મિનિટમાં અમન પોતાના વિરોધી પહેલવાનના ટેકડાઉનના પ્રયાસ પર કાઉન્ટર એટેક કર્યો અને જવાબમાં તેને જ મેટ પર પછાડતા ૨ મહત્વપૂર્ણ અંક હાસલ કરી લીધા. આ દરમિયાન ઉત્તર કોરિયાઈ ખેમાએ રેફરીના ર્નિણયને ચેલેન્જ પણ કર્યો, પરંતુ તે તેમના પર જ ઊંધો પડ્યો. અંતમાં અમન સહેરાવતે ૧૧-૭ થી જીત નોંધાવી.
અમન સહેરાવતે ભારતને એશિયન ગેમ્સમાં ૨૦મો ગોલ્ડ મેડલ અપાવ્યો. અત્યાર સુધી ૨૦૨૬ એશિયન ગેમ્સમાં ભારતે ૨૦ ગોલ્ડ, ૨૬ સિલ્વર અને ૩૬ બ્રોન્ઝ મેડલ જીતી લીધા છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી કુલ મળીને ૮૨ મેડલ જીતી લીધા છે અને મેડલ ટેલીમાં ભારત પાંચમા સ્થાને છે.




