
ફાઇનલમાં ૧૬૭ રનથી મારી બાજી ઋષભ પંતની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા બની ચેમ્પિયન ઇરાની કપની ફાઇનલમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાએ રણજી ચેમ્પિયન જમ્મુ-કાશ્મીરને ૧૬૭ રનથી હરાવ્યું રેસ્ટ ઓફ ઇન્ડિયાએ ૨૦૨૬ ઇરાની કપનો ખિતાબ જીતી લીધો છે. ફાઇનલ મુકાબલામાં ઋષભ પંતની આગેવાનીવાળી રેસ્ટ ઓફ ઇન્ડિયાએ રણજી ટ્રોફી ચેમ્પિયન જમ્મુ-કાશ્મીરને ૧૬૭ રનથી હરાવ્યું. બંને ઇનિંગ્સમાં કેપ્ટન ઋષભ પંતનું બેટ ના ચાલ્યું, પરંતુ તેમણે કપ્તાની શાનદાર કરી. વાઇસ કેપ્ટન સરફરાઝ ખાને પહેલી ઇનિંગ્સમાં ૪૫ રન બનાવ્યા, પરંતુ બીજી ઇનિંગ્સમાં તેઓ ઝીરો પર આઉટ થયો. મુકેશ કુમાર અને સ્મરણ રવિચંદ્રન રેસ્ટ ઓફ ઇન્ડિયાની જીતના હિરો રહ્યા.
રેસ્ટ ઓફ ઇન્ડિયાએ પોતાની પહેલી ઇનિંગ્સમાં માત્ર ૨૩૭ રન બનાવ્યા હતા. આ પછી જમ્મુ-કાશ્મીરની ટીમે પોતાની પહેલી ઇનિંગ્સમાં ૨૭૮ રન બનાવીને ૪૧ રનની લીડ હાંસલ કરી. આ પછી બીજી ઇનિંગ્સમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાએ ૩૧૯ રન બનાવી દીધા. આ રીતે જમ્મુ-કાશ્મીરની સામે ૨૭૮ રનનો ટાર્ગેટ હતો. રેસ્ટ ઓફ ઇન્ડિયાના બોલરોએ ઘાતક બોલિંગ કરી, અને જમ્મુ-કાશ્મીરને બીજી ઇનિંગ્સમાં માત્ર ૧૧૧ રન પર ઓલઆઉટ કરી દીધું. બીજી ઇનિંગ્સમાં મુકેશ કુમારે ૬ વિકેટ ઝડપી. તો આકાશ દીપને ત્રણ સફળતા મળી.
જીત માટે ૨૭૯ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી જમ્મુ-કાશ્મીર મેચ ડ્રો થવા પર પણ ટ્રોફી મેળવી લેત. જાેકે, મુકેશ કુમાર અને આકાશ દીપની ઘાતક બોલિંગ સામે જમ્મુ-કાશ્મીરની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર ૧૧૧ રન પર સમેટાઈ ગઈ.
ઓપનિંગ બેટ્સમેન શુભમ ખજૂરિયા (૩૨) અને કામરાન ઇકબાલ (૩૨) એ પહેલી વિકેટ માટે ૫૪ રન જાેડીને ટીમને શાનદાર શરૂઆત અપાવી. આકાશ દીપે ઇકબાલને ન્મ્ઉ આઉટ કરીને આ ભાગીદારી તોડી. મુકેશે લંચ પહેલાં જ ૧૫મી ઓવરમાં સતત બે બોલમાં શુભમ પુંડીર અને કેપ્ટન પારસ ડોગરા (ઝીરો) ને આઉટ કરીને જમ્મુ-કાશ્મીરને બમણો ઝાટકો આપ્યો.
લંચ સમયે જમ્મુ-કાશ્મીરનો સ્કોર ૧૯ ઓવરમાં ત્રણ વિકેટ પર ૮૯ રન હતો. ખજૂરિયા ૩૬ અને અબ્દુલ સમદ છ રન બનાવીને ક્રીઝ પર હતા. લંચ પછીના પહેલા જ બોલ પર આકાશ દીપે ખજૂરિયાને પેવેલિયન ભેગો કરી દીધો. આ પછી જમ્મુ-કાશ્મીરની ઇનિંગ્સ પૂરી રીતે લથડી ગઈ અને ટીમે આગામી ૯ ઓવરમાં માત્ર ૨૨ રન બનાવી શકી અને છ વિકેટ ગુમાવી દીધી.
મેચમાં આકાશ દીપના શાનદાર પ્રદર્શનથી ભારતીય ટીમ મેનેજમેન્ટ પણ ખુશ હશે. તેમણે કુલ ૨૩.૩ ઓવર બોલિંગ કરતા છ વિકેટ હાંસલ કરી. ન્યૂઝીલેન્ડના આગામી પ્રવાસને ધ્યાનમાં રાખતા આકાશનું આ પ્રદર્શન ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. ઇજામાંથી બહાર આવ્યા પછી તેઓ હવે સિલેક્શન માટે પૂરી રીતે ફિટ નજરે પડી રહ્યા છે.




