
‘મારા માટે તો EVIL DEAD જ છે’ : તનુશ્રી નાના પાટેકરના નિધન અંગે તનુશ્રી દત્તાનું વિસ્ફોટક નિવેદન તનુશ્રી દત્તાએ વર્ષ ૨૦૧૮માં ‘મી ટૂ’ અભિયાન દરમિયાન નાના પાટેકર પર ગંભીર યૌન ઉત્પીડનના આરોપો લગાવ્યા હતા
બોલિવૂડના દિગ્ગજ અને લોકપ્રિય અભિનેતા નાના પાટેકરે ૮ ઓક્ટોબરના રોજ ૭૫ વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. હાર્ટ અટેક આવવાથી તેમનું નિધન થયું છે, જેના કારણે સમગ્ર ફિલ્મ જગતમાં અને ચાહકોમાં શોકનો માહોલ છે. તેમના નિધનથી સેલેબ્સથી લઈને પ્રશંસકો સુધીના તમામ લોકો ભારે દુ:ખી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.નાના પાટેકરના નિધન બાદ એક સમયે તેમના પર ગંભીર આરોપ લગાવનાર અભિનેત્રી તનુશ્રી દત્તાનું એક ચોંકાવનારું અને વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ૮ ઓક્ટોબરના રોજ જ્યારે તનુશ્રી એક કાર્યક્રમ માટે લખનૌ જવા રવાના થઈ રહી હતી, ત્યારે એરપોર્ટ પરથી તેણે વીડિયો શેર કર્યાે હતો. લખનૌમાં ઇવેન્ટ પૂરી થયા બાદ એક ઇન્ટરવ્યૂમાં તનુશ્રીએ નાના પાટેકરના મોતને ‘ઇવિલ ડેડ’ (દુષ્ટ શક્તિનો અંત) જેવું ગણાવ્યું હતું.તનુશ્રીએ પોતાના છેલ્લા પાંચ વર્ષની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ‘મીટૂ મૂવમેન્ટ બાદ હું ઘણી પરેશાનીઓમાંથી પસાર થઈ છું. તે સમયે મારા પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, લાંચની ઓફર અપાઈ હતી, પરંતુ મેં કેસ પાછો ખેંચ્યો નહીં. આ ઉપરાંત આ દરમિયાન મારી ગાડીની બ્રેક કાપી નાખવામાં આવી હતી, મારો અકસ્માત થયો હતો અને મને ફૂડ પોઈઝનિંગ પણ થયું હતું. જે વ્યક્તિ આ તમામ યાતનાઓમાંથી પસાર થઈ હોય તે જ પીડિતની સ્થિતિ સમજી શકે છે.’ જાેકે, આ વિવાદિત નિવેદન આપવાની સાથેસાથે તેણે નાના પાટેકરના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના પણ વ્યક્ત કરી હતી.લખનૌ જતી વખતે ૮ ઓક્ટોબરની સવારે તનુશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતી. નાના પાટેકરના નિધનની ખબર મળતા અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘આ ઘટના માટે આજનો દિવસ ખૂબ જ વિચિત્ર છે કારણ કે લખનૌમાં મારી મોટી ઇવેન્ટ નિર્ધારિત છે અને હું પોતાના કામ પર જ ધ્યાન આપવા માગું છું.’ શરૂઆતમાં તેને એ વાતની પણ ચિંતા હતી કે આખા મીડિયાનું ધ્યાન આ ખબર પર જ કેન્દ્રિત રહેશે.તનુશ્રી દત્તાએ વર્ષ ૨૦૧૮માં ‘મી ટૂ’ અભિયાન દરમિયાન નાના પાટેકર પર ગંભીર યૌન ઉત્પીડનના આરોપો લગાવ્યા હતા. અભિનેત્રીના જણાવ્યા મુજબ, આ ઘટના ૨૦૦૮માં ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના એક ગીતના શૂટિંગ દરમિયાન બની હતી, જ્યાં નાના પાટેકરે ડાન્સ સ્ટેપ શીખવવાના બહાને તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું.તનુશ્રીએ દાવો કર્યાે હતો કે તેણે ૨૦૦૮માં જ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન માં ફરિયાદ નોંધાવી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. ત્યારબાદ નાના પાટેકર વિરુદ્ધ FIR પણ નોંધાઈ હતી પરંતુ તેમણે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. વર્ષ ૨૦૧૯માં પૂરતા પુરાવાના અભાવે મુંબઈ પોલીસે આ કેસનો ક્લોઝર રિપોર્ટ દાખલ કરી દીધો હતો. ત્યારબાદ ૨૦૨૫માં મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે કાનૂની સમય-સીમા પૂરી થઈ ગયા બાદ ફરિયાદ દાખલ થવાને કારણે નાના પાટેકર સામેની ફોજદારી કાર્યવાહીને સત્તાવાર રીતે રદ કરી દીધી હતી.




