
ફિલ્મ આગામી વર્ષે જાન્યુઆરીમાં રજૂ થશે ચિરંજીવીની એક્શન થ્રીલર કાકામાં અનુરાગ કશ્યપ વિલનની ભૂમિકામાં હાલ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. ફિલ્મના સેકન્ડ હાફનું ૩૦ ટકા શૂટિંગ પણ પુરૂ થઇ ચૂક્યું છે
હૈદરાબાદમાં ફિલ્મ ‘કાકા’ના સેટ પર કરવામાં આવેલી જાહેરાત અનુસાર ચિરંજીવીની આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ એક મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. આ પ્રસંગે અનુરાગ ફિલ્મના ર્નિદેશક બોબી કોલ્લી સાથે સીનની ચર્ચા કરતો હોય તેવી તસવીર જારી કરવામાં આવી હતી. અનુરાગની ભૂમિકા વિશે કશો ફોડ પાડવામાં આવ્યો નથી પણ તે ખલનાયકની ભૂમિકામાં હશે તેવી અટકળો થઇ રહી છે. સોશ્યલ મિડિયા પર અનુરાગને આ ફિલ્મમાં આવકારતાં એક ચાહકે જણાવ્યું હતું કે રામ ગોપાલ વર્માની સત્યાની ટીમમાં અનુરાગ સૌથી નાની વયનો જાેરદાર લેખક હતો. વેલકમ અનુરાગ જી. હાલ ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. ફિલ્મના સેકન્ડ હાફનું ૩૦ ટકા શૂટિંગ પણ પુરૂ થઇ ચૂક્યું છે. ફિલ્મમાં ૭૧ વર્ષનો ચિરંજીવી સત્યમની ભૂમિકા ભજવે છે. ચિરંજીવીની પુત્રી તરીકે અનાશ્વરા રાજન મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મને સન્ક્રાંતમાં એટલે કે ૧૩ જાન્યુઆરી ૨૦૨૭માં રજૂ કરવામાં આવશે.




