
હંસલ મહેતા સ્કેમ થ્રી બનાવી રહ્યા છે. સહારા ગ્રુપના સુબ્રતો રોય પરની સ્કેમ-થ્રીનું શૂટિંગ આજકાલમાં શરૂ. અગાઉ હંસલ મહેતાએ હર્ષદ મહેતાનાં શેરબજાર કૌભાંડ પર આધારિત ‘સ્કેમ વન’ સીરિઝ બનાવી હતી. દિગ્દર્શક હંસલ મહેતા ‘સ્કેમ થ્રી’ સીરિઝનું શૂટિંગ આજકાલમાં શરુ કરવાના છે. આ વખતે ‘સ્કેમ થ્રી’માં સહારા જૂથના સુબ્રતો રોયની વાર્તા દર્શાવાશેે. મરાઠી અભિનેતા સિદ્ધાર્થ બોડકે સુબ્રતો રોયની મુખ્ય ભૂમિકા ભજવશે.હંસલ મહેતા લાંબા સમયથી આ સીરિઝની તૈયારી કરી રહ્યા હતા. સીરિઝ વાસ્તવિક ઘટનાઓ પર આધારિત હોવાથી તેને લગતું રિસર્ચ કરવામાં ઘણો સમય લાગ્યો હતો. આ સીરિઝ માટે તમલ બંદોપાધ્યાયનાં પુસ્તક ‘સહારા: ધી અનટોલ્ડ સ્ટોરી’નો મુખ્ય આધાર લેવાયો હોવાનું જાણવા મળે છે. અગાઉ હંસલ મહેતાએ હર્ષદ મહેતાનાં શેરબજાર કૌભાંડ પર આધારિત ‘સ્કેમ વન’ સીરિઝ બનાવી હતી. જ્યારે આ સીરિઝના બીજા ભાગમાં અબ્દુલ કરીમ તેલગીનું નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડ દર્શાવાયું હતું.



