
‘અંગ’નું નિર્માણ નૅન્સી નિસા બેસો અને થેજા રિયોએ કર્યું ટોરોન્ટો ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મ ‘અંગ’ને એડવાન્ટેજ આ વર્ષે TIFF ની પ્લેટફોર્મ કોમ્પિટિશન માટે પસંદ થયેલી ‘અંગ’ એકમાત્ર ભારતીય ફિલ્મ હતી એવોર્ડ વિજેતા ફિલ્મમેકર થેજા રિયોની ફીચર ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મ ‘અંગ’એ પ્રતિષ્ઠિત ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) ૨૦૨૬ની પ્લેટફોર્મ કોમ્પિટિશન જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે ફિલ્મને ૨૦૨૭ના એકેડેમી એવોર્ડ્સની ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં વિચારણા માટે પાત્રતા મળી છે TIFF ૨૦૨૬માં વર્લ્ડ પ્રીમિયર થયેલી ‘અંગ’ને તેના અત્યંત વ્યક્તિગત કથન અને લુપ્ત થતી દુનિયાના સંવેદનશીલ ચિત્રણ માટે દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે TIFF ની પ્લેટફોર્મ કોમ્પિટિશન માટે પસંદ થયેલી ‘અંગ’ એકમાત્ર ભારતીય ફિલ્મ હતી. પ્લેટફોર્મ TIFF ના મુખ્ય સ્પર્ધાત્મક વિભાગોમાંનો એક છે, જેમાં દિગ્દર્શકની મજબૂત દૃષ્ટિ, સાહસિક અભિગમ અને આગવી સિનેમેટિક શૈલી ધરાવતી ફિલ્મોને સ્થાન આપવામાં આવે છે. આ વિભાગના વિજેતાને એકેડેમી એવોર્ડ્સની ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં વિચારણા માટે ઓટોમેટિક ક્વોલિફિકેશન મળે છે.‘અંગ’નું નિર્માણ નૅન્સી નિસા બેસો અને થેજા રિયોએ કર્યું છે. ઐતિહાસિક જીત અંગે દિગ્દર્શક થેજા રિયોએ કહ્યું કે, આ ફિલ્મ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ માટે આ અત્યંત ખાસ ક્ષણ છે. ડેબ્યૂ ફિલ્મને આ પ્રકારની ઓળખ મળવી દુર્લભ છે અને ‘અંગ’ તેમણે પોતાના વતન, પોતાના લોકો અને પોતાની સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમથી બનાવી છે.તેમણે જણાવ્યું કે ફિલ્મના કેન્દ્રમાં પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ છે, પરંતુ તેની સાથે જ તેમાં વિદાય લેવાની પ્રક્રિયા, ઘર સાથેનો આપણો સંબંધ અને જીવનની ક્ષણભંગુરતા જેવા વિષયો પણ વણાયેલા છે. તેમના મતે આ એવી લાગણીઓ છે, જે સાવર્ત્રિક છે અને દરેક વ્યક્તિ સાથે જાેડાયેલી છે.રિયોએ વધુમાં કહ્યું કે પોતાની સમુદાયની બહારના દર્શકો સાથે પણ ‘અંગ’નું જાેડાણ સ્થાપિત થયું તે તેમના માટે અત્યંત ભાવુક કરનારી બાબત છે. તેમણે જ્યુરીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે ફિલ્મના કામને ઓળખ આપી અને દેશ તથા સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી.




