
સાઉદી અરેબિયા પ્રોડક્શન્સને આકર્ષવા માટે ૬૦% ઇન્સેન્ટિવ રિબેટ્સ ઓફર કરે છે.ભારતીય ફિલ્મ નિર્માતાઓને સાઉદી અરેબિયામાં મોટી રાહત.સાઉદી અરેબિયાનો કેશ રિબેટ પ્રોગ્રામ પ્રથમ વખત ૨૦૨૧માં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ૩૫ વર્ષનાં પ્રતિબંધ બાદ ૨૦૧૭માં સિનેમાઘરો ફરીથી ખુલ્યા હતા.સાઉદી ફિલ્મ કમિશને તેના કેશ રિબેટ પ્રોગ્રામને ૪૦% થી વધારીને પાત્ર ખર્ચના ૬૦% સુધી કરી દીધો છે, જે તેને વિશ્વના સૌથી સ્પર્ધાત્મક ફિલ્મ પ્રોડક્શન ઇન્સેન્ટિવ્સમાંનું એક બનાવે છે. ૭૯મા કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન માર્ચે દ્યુ ફિલ્મમાં સાઉધી ફિલ્મ કમિશનનાં સીઈઓ અબ્દુલ્લાહ બિન નાસેર અલ-કહતાની દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.આ અપડેટ માત્ર હેડલાઇન રેટ વધારાથી આગળ જાય છે. તેમાં ઝડપી ડિસ્બર્સમેન્ટ પ્રક્રિયાઓ, પ્રોડક્શન કંપનીઓ માટે સુધારેલો કેશ ફ્લો કાર્યક્ષમતા, અને કલ્ચરલ ડેવલપમેન્ટ ફંડ સાથે ભાગીદારીમાં વિકસિત ઇન્સેન્ટિવ્સ મેનેજ અને વિતરણ માટેનું નવું મોડલ પણ રજુ કરવામાં આવ્યું છે.અબ્દુલ્લા બિન નાસર અલ કુહતાનીએ એક ઇન્ટરવ્યુમાં આ અંગે વાત કરતા કહ્યું, “આજની જાહેરાત માત્ર એટલી નહોતી કે અમે રિબેટને ૬૦% સુધી વધારી રહ્યા છીએ. અમે ફક્ત સૌથી ઉદાર ઇન્સેન્ટિવ બનવા માંગતા નથી, પણ સૌથી વધુ ઝડપી પણ બનવા માંગીએ છીએ.”ઔપચારિક નિવેદનમાં તેમણે ઉમેર્યું, “અમે એક સંકલિત ઇકોસિસ્ટમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જે ફિલ્મમેકર્સને વિશ્વાસ સાથે કામ કરવાની સગવડ આપે, ખાનગી ક્ષેત્રને સશક્ત બનાવે અને એવા ગુણવત્તાયુક્ત રોકાણોને આકર્ષે જે સ્થાનિક ટેલેન્ટ સુધી કુશળતા અને જ્ઞાનનાં આદાનપ્રદાન કરવામાં યોગદાન આપે.”જ્યારે મજેદ બિન અબ્દુલમોહસિન અલ હુગૈલે કહ્યું, “આજે વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગમાં ઝડપ અને પ્રક્રિયાની સ્પષ્ટતા પ્રોડક્શન અને રોકાણ સંબંધિત ર્નિણયો ઘડતા મુખ્ય પરિબળો બની ગયા છે. આ પ્રોગ્રામ દ્વારા અમે વધુ કાર્યક્ષમ અને લવચીક અનુભવ આપવા માગીએ છીએ, જે વિવિધ તબક્કાના પ્રોજેક્ટ્સની જરૂરિયાતોને પૂર્ણ કરે અને રાજ્યને આંતરરાષ્ટ્રીય પ્રોડક્શન્સ માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે મજબૂત બનાવે.”સાઉદી અરેબિયાનો કેશ રિબેટ પ્રોગ્રામ પ્રથમ વખત ૨૦૨૧માં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ૩૫ વર્ષનાં પ્રતિબંધ બાદ ૨૦૧૭માં સિનેમાઘરો ફરીથી ખુલ્યા હતા.



