
૨૦૨૬ની મધ્યમાં ફિલ્મ રિલીઝ થશે.વેલકમ ટુ ધ જંગલનું ટીઝર લોંચ: અક્ષય રવિના ૨૦ વર્ષે ફરી સાથે જાેવા મળશ.આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, અર્શદ વારસી, રવિના ટંડન, જેકલિન ફનાર્ન્ડિઝસહિતનાં કલાકારો છે.વેલકમ ફ્રેન્ચાઇઝીની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ની લાંબા સમયથી રાહ જાેવાઈ રહી છે. આ ફિલ્મમાં પણ મોટી કાસ્ટ છે, ત્યારે બધાની તારીખોના પ્રશ્નોને લઇને અવારનવાર આ ફિલ્મ પડતી મુકાયાના અહેવાલો પણ આવતા રહ્યા છે. ત્યારે હવે તુષાર કપૂરે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વેલકમ ટુ ધ જંગલની નવી અપડેટ આપી છે. ફિલ્મનું આ વર્ષનું શૂટિંગ શીડ્યુલ પૂરું થઈ ગયું છે. સાથે જ ફિલ્મનું ટીઝર પણ ક્રિસમસ પર રિલીઝ કરી દેવાયું છે. આ ફિલ્મ ૨૦૨૬ની મધ્યમાં રિલીઝ થાય એવી શક્યતા છે. અક્ષય કુમારે આ ટીઝર લોંચ કરતા પોતાની ઉત્સુકતા પ્રગટ કરતા લખ્યું હતું, “આ પહેલાં હું ક્યારેય આટલા મોટા પ્રોડક્શનનો ભાગ નથી રહ્યો..અમારામાંથી કોઈ નહીં” આ ફિલ્મમાં અક્ષય કુમાર અને રવિના ટંડન ૨૦ વર્ષે ફરી એક વખત સાથે જાે મળશે. ૯૦ના દાયકામાં તેમની જાેડી ઘણી જાણીતી હતી.
તાજેતરમાં જ તુષાર કપૂરે એક ફોટો શેર કર્યાે હતો, જેમાં ફિલ્મનો ડિરેક્ટર અહેમદ ખાન, પ્રોડ્યુસર એ.નડિયાદવાલા અને અક્ષય કુમાર તેની સાથે છે. આ ફોટોની કૅપ્શનમાં તેણે લખ્યું હતું, “આ વર્ષના વેલકમ ટુ ધ જંગલના શૂટનો અંત આવ્યો..સમગ્ર ક્રૂનો આભાર, આ તસવીરમાં એ બધાને અમે મિસ કરીએ છીએ.”આ શૂટ થોડાં દિવસ પહેલાં જ શરૂ થયું હતું અને આ શીડ્યુલ ફિલ્મ માટે ઘણું મહત્વનું હતું. ડિરેક્ટર અહેમદ ખાને સોશિયલ મીડિયા પર સમયાંતરે ફિલ્મ વિશેની એપડેટ્સ શેર કરી છે. સાથે અહેમદ ખાનની પત્ની શૈરા પણ ફિલ્મના બિહાઇન્ડ ધ સીન વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે, જેમાં અહેમદ ખાન સેટ પર કાસ્ટ સાથે મજા કરતો દેખાય છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, અર્શદ વારસી, રવિના ટંડન, જેકલિન ફનાર્ન્ડિઝ, દિશા પટ્ટણી, લારા દત્તા, તુષાર કપૂર, જ્હોની લીવર, રાજપાલ યાદવ, શ્રેયસ તળપદે, કૃષ્ણા અભિષેક, કિકુ શારદા, દલેર મહેંદી, મિકા સિંઘ, રાહુલ દેવ, મુકેશ તિવારી, શારીબ હાશ્મી, ઇનામુલહક, ઝાકીર હુસૈન, યશપાલ શર્મા, રવિના ટંડન સહિતનાં કલાકારો છે. કેટલાક અહેવાલો અનુસાર હાલ કેઓ ફિલ્મના ક્લાઇમેક્સનું શૂટ કરી રહ્યાં હતાં. હવે જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં ફિલ્મનું એક ખાસ ગીત શૂટ થશે, જેમાં સમગ્ર કાસ્ટ શૂટ કરશે, ત્યાર પછી આવતા વર્ષની શરૂઆતમાં ફિલ્મનું શૂટ પૂરું થઈ જશે.




