
કોપીરાઈટનો ભંગ અને કાનૂની કાર્યવાહી.કન્ટેન્ટ ચોરીના કિસ્સાઓ બાદ AAP ગુજરાતનું ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ.વારંવારના કન્ટેન્ટ ચોરીના કિસ્સાઓ બાદ છછઁ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હવે પ્રચાર શાંત થયા છે. આ વખતે મતદારોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ૨૬ એપ્રિલે મતદાન યોજાશે અને ૨૮ એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રચાર દરમિયાન અનેક સોશિયલ મિડીયાનો ઉપયોગ થયો છે. એવામાં આમ આદમી પાર્ટી પર કન્ટેન્ટ ચોરીના આરોપો લાગ્યા છે.
કોપીરાઈટ ભંગ મામલ છછઁઁ પર કડક એક્શન લેવાઈ છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે કાનૂની કાર્યવાહી કરતા તેમનું એકાઉન્ટ બ્લોક કર્યું છે. ડિજિટલ પ્રચારમાં કન્ટેન્ટ ચોરીના કારણે છછઁ ગુજરાત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ કરવામાં આવ્યું છે.
છછઁ ગુજરાતનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. વારંવારના કન્ટેન્ટ ચોરીના કિસ્સાઓ બાદ AAP સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ ‘સાહેબ’, ‘છેલ્લો દિવસ’ અને અભિનેતા મલ્હાર ઠક્કર, યશ સોની જેવા અભિનેતાઓનો અનધિકૃત ઉપયોગ કરતા હતા.માહિતી મુજબ, છછઁએ કોપીરાઈટ કાયદાનો ભંગ કર્યો છે. છછઁ એ લોકો સુધી ભ્રામક અને ગેરકાયદેસર કન્ટેન્ટ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે કાયદા સામે કોઈપણ વ્યક્તિ કે રાજકીય પાર્ટી ઉપર નથી.
નિષ્ણાતોના મતે, વારંવારના આવા કેસ થવા એ એક “પેટર્ન” બની ગયું છે. સાથે જ, આ મુદ્દો કન્ટેન્ટ ક્રિએટર્સના અધિકારોના ભંગ અને ફિલ્મ-ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી માટે ચિંતાજનક છે. આ ઘટનાને કારણે છછઁના ડિજિટલ પ્રચાર મોડેલ પર સવાલો ઊભા થઈ રહ્યા છે.AAP ની બનેલી આ ઘટનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ જેમ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હવે કોપીરાઈટ અને કાનૂની નિયમો મામલે વધુ સખત બન્યા છે. આ સમગ્ર મામલો હવે “ઇનોવેશન કે ઇન્ફ્રિંજમેન્ટ?” જેવા મોટા પ્રશ્ન ઉભા કરી રહ્યા છે.



