
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
સુરત શહેરમાં અકસ્માત નિવારણ કેન્દ્ર નાં પ્રમુખ રાજુભાઈ સી. ઠકકર જેઓ પોતાનો ધંધો સુરત ડિસ્ટ્રીકટ શહેર સુરતના સલાબતપુરા બાલાભાઈની શેરીમાં આવેલ વોર્ડ નં. ૩, નોંધ નં. ૨૨૪૧ થી નોંધાયેલી મીલકત શેઠ બાલાભાઈ ગોપાળભાઈ રીલીજીયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સત્યનારાયણ મંદિર ની ચાલી આવેલ છે. સદરહુ મીલકતનો પાછળનો ભાગ પીપરડી શેરીમાં પડે છે તે ભાગવાળી મીલકત માં તેઓ એરલાઈટ કોર્પોરેશન તથા એરલાઈટ ડેકોરેશન નામથી બારીના પડદા બનાવવાનો અને વેચાણ કરવાનો ધંધો કરતા હતા. જે જગ્યાનો મે- ૨૦૨૧ માં સત્યનારાયણ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી સંદિપ ગીરીશચંદ્ર પટેલનાઓએ પોલીસના મેળાપીપણામાં સદરહુ જગ્યામાં ચોરી- લુંટફાટ કરી ગેરકાયદેસર કબજો કરી દીધેલ હતો. જે બાબતે રાજુભાઈ સી. ઠકકરે તા.૨૫/૦૫/૨૦૨૧ ના રોજ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી. જેના ૧૦ દિવસ પછી જે તે સમયના પી.આઈ. એમ. વી. કીકાણી અને પી.એસ.આઈ. એસ.જી. ચૌહાણ ના ઓએ રાજુભાઈ સી. ઠકકર સામે ખોટી એફ.આઈ.આર.માં ચોરને ફરિયાદી અને ફરિયાદીને આરોપી બનાવી દીધા. જે બાબત મારા મારીની ફરિયાદ હાલમાં કેસ કોર્ટમાં ચાલુ છે. જે બાબતે પોલીસ વિરૂધ્ધની હેલ્પલાઈન ૧૪૪૪૯ માં કરેલ ફરિયાદ જેની તપાસ પોલીસ કમિશ્નરશ્રીની કચેરીમાં ઈકો સેલમાં ચાલુ છે. વધુમાંરાજુભાઈ સી. ઠકકરે કતારગામ મામલતદાર કોર્ટમાં કેસ નં. ૧/૨૦૨૧ થી કબજા બાબતે ફરિયાદ દાખલ કરેલ અને પાર્ટી પર્સન વકીલ તરીકે જાતે કેસ લડેલ અને જે તે સમયના કતારગામ મામલતદાર હુડ સાહેબે ૮ મી જાન્યુઆરી- ૨૦૨૪ ના રોજ રાજુભાઈ સી.ઠકકરની તરફેણમાં ચુકાદો આપતા સામાવાળા સત્યનારાયણ મંદિરના ટ્રસ્ટી સંદિપ ગીરીશચંદ્ર પટેલ કેસ નં. ૧૦/૨૦૨૪ થી ડિસ્ટ્રીકટ કોર્ટમાં રીવીઝન અરજી કરેલ. જે રીવીઝન અરજીમાં પણ રાજુભાઈ ઠકકર વકીલ તરીકે જાતે દલીલ કરી અને તે બાબતે નામ. ડિસ્ટ્રીકટ કોર્ટનાં ૧૨ મા એડીશનલ સેસન્સ જડજ શ્રી અમીતકુમાર નરેન્દ્રભાઈ દવે સાહેબે તારીખઃ૧/૧૦/૨૦૨૪ ના રોજ સામાવાળા ટ્રસ્ટીઓની રીવીઝન અરજી ખારીજ કરી દીધેલ. ત્યારબાદ સામાવાળા ફરીથી હાઈકોર્ટ ગયા હતા. હાઈકોર્ટમાં પણ પાર્ટી પર્સન તરીકે (વકીલ) ક્રોસીંગમાં ઈન્ટરવ્યુ આપવા રાજુભાઈ સી. ઠકકર ગયા હોવાથી સામાવાળા તા.૧૨/૦૨/૨૦૨૬ ના રોજ પોતાની અરજી હાઈકોર્ટમાં એમ.આર. મેન્ગડે સાહેબની કોર્ટમાંથી પાછી ખેંચી લીધી. ઉપરોકત બાબત પછી તા. ૧૬/૦૫/૨૦૨૬ ના રોજ કતારગામ મામલતદારશ્રીએ રાજુભાઈ ઠકકરને કબજો સુપ્રત કરવાનો ઓર્ડર કરેલ. તેના અમલ માટે સુરત અધિક કલેકટરશ્રી અને મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી રબારી સાહેબ સમક્ષ રજુઆત કરતા તા. ૨૧/૦૫/૨૦૨૬ ના રોજ કતારગામ મામલતદાર દિનેશભાઈ ગામીતના માર્ગદર્શન હેઠળ કતારગામ સર્કલ ઓફિસર શ્રી કૃણાલભાઈ પટેલ નાઓ સલાબતપુરા સત્યનારાયણ મંદિર સ્થળ ઉપર રૂબરૂ આવી પી.આઈ.શ્રી આર. એ. જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલા સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાજુભાઈ સી. ઠકકરને સદરહુ જગ્યાનો કબજો સુપ્રત કરેલ. આ રીતે સત્યનો જય થયો છે અને પાંચ વર્ષે સદરહુ કેસમાં રાજુભાઈ ઠકકરને સફળતા મળેલ છે.



