
આમ આદમી પાર્ટી (AAP) ના નેતા પ્રવીણ રામે ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે, AAPના વધી રહેલા પ્રભાવ અને ડરના કારણે ભાજપ તેમના ઉમેદવારો પર સતત દબાણ બનાવી રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 7 ના AAP ના ઉમેદવાર પર છેલ્લા ઘણા દિવસોથી પ્રચાર ન કરવા માટે ભારે દબાણ કરવામાં આવી રહ્યું હતું, તેમજ ડર અને ભયનું વાતાવરણ ઊભું કરીને તેમને ભાજપને સમર્થન આપવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. પ્રવીણ રામે સ્પષ્ટ કર્યું કે ઉમેદવારો પર કરવામાં આવતા આ પ્રકારના દબાણ અને લોકશાહીનું ગળું દબાવવાના પ્રયાસો સામે આ વખતે જનતા ભાજપની વિરુદ્ધ જશે અને આગામી ચૂંટણીમાં ‘ઝાડૂ’ (AAP) ને પૂર્ણ સમર્થન આપીને ભાજપને સણસણતો જવાબ આપશે.




