
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના ફોન રણક્યા રાજકોટમાં કોંગ્રેસ પાર્ટીના ૨૦ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા અને ગાયત્રીબા વાઘેલા જેવા દિગ્ગજ નેતાઓને ફોન આવ્યાની ચર્ચા છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધમધમાટ જાેવા મળી રહ્યો છે. દરેક પાર્ટી ટિકિટોની જાહેરાતને લઈ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, આગામી ૨૬ એપ્રિલના રોજ એક જ તબક્કામાં ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. હવે માહિતી સામે આવી છે કે, કોંગ્રેસે રાજકોટમાં કેટલાક ઉમેદવારોને ટિકિટ માટે ટેલિફોનિક જાણ કરી દીધી છે.
રાજકોટમાં કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલા જ કેટલાક ખાસ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી હોવાના અહેવાલોથી રાજકીય ગરમાવો આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસે અંદાજે અલગ અલગ બેઠકો માટે રાજ્યમાં ૫૦૦ ઉમેદવારોની યાદી તૈયાર કરી છે અને જે નામો પર કોઈ વિવાદ નથી, તેમને તૈયારીઓ શરૂ કરવા સૂચના આપી દેવામાં આવી છે. તો બીજી તરફ રાજકોટના ૨૦ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.
રાજકોટમાં ખાસ કરીને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા, પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા અને ગાયત્રીબા વાઘેલા જેવા દિગ્ગજ નેતાઓને ચૂંટણી લડવા માટે ફોન આવ્યા હોવાની જાેરદાર ચર્ચા છે.
વોર્ડ વાઈઝ સંભવિત ઉમેદવારો (સૂત્રોના મતે):
રાજકોટ મહાનગરપાલિકા માટે જે ૨૦ નામોને ટેલિફોનિક જાણ કરાઈ હોવાનું મનાય છે તેમાં મુખ્યત્વે:
વોર્ડ નં. ૧: રમેશ જુંજા
વોર્ડ નં. ૨: નયનાબા જાડેજા
વોર્ડ નં. ૩: અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલા
વોર્ડ નં. ૪: ઠાકરશી ગજેરા
વોર્ડ નં. ૬: શૈલેષ સાકરીયા
વોર્ડ નં. ૮: રાખોલિયા ભગત અને રણજીત મુંધવા
વોર્ડ નં. ૯: ગિરીશ ઘરસણિયા
વોર્ડ નં. ૧૧: કેતન તાળા
વોર્ડ નં. ૧૨: સંજય અજુડિયા
વોર્ડ નં. ૧૩: કમલેશ કોઠીવાલા અને જાગૃતિ ડાંગર
વોર્ડ નં. ૧૪: રાજુ ચાવડીયા
વોર્ડ નં. ૧૫: વશરામ સાગઠિયા અને મકબૂલ દાવદાણી
વોર્ડ નં. ૧૬: સુરેશ ગેરૈયા
વોર્ડ નં. ૧૭: રસિક ભટ્ટ
વોર્ડ નં. ૧૮: નિલેશ મારૂ
એક તરફ ઉમેદવારોના નામની યાદી વહેતી થઈ છે, ત્યારે બીજી તરફ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહએ આ વાતને નકારી કાઢી છે.
તેમણે જણાવ્યું હતું કે, “પ્રદેશ કોંગ્રેસ તરફથી મને હજુ સુધી આવી કોઈ સૂચના મળી નથી. ઉમેદવારી અંગેનો અંતિમ ર્નિણય આજની બેઠકમાં લેવામાં આવશે. આવતીકાલે બપોર પછી જ ઉમેદવારોને સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે.”




