
વહેલું નિદાન એ જ જીવન બચાવવાની ચાવી.વહેલું નિદાન એ જ જીવન બચાવવાની ચાવી.બ્રેઈન ટ્યુમર સામે GCRI નો ‘વર્લ્ડ ક્લાસ’ જંગ: વિશ્વમાં દર વર્ષે ૩ લાખથી વધુ અને ભારતમાં ૩૨ હજારથી વધુ નવા કેસ.બદલાતી જીવનશૈલી અને પર્યાવરણીય પરિબળો વચ્ચે ગંભીર બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં ‘બ્રેઈન ટ્યુમર’ અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક રોગ તરીકે ઉભરી આવ્યો છે. મગજમાં થતી અસામાન્ય કોષોની અનિયંત્રિત વૃદ્ધિ કે ગાંઠને બ્રેઈન ટ્યુમર કહેવામાં આવે છે. જાે કે, તબીબી વિજ્ઞાનના અદ્યતન સંશોધનો અને અત્યાધુનિક સારવાર પદ્ધતિઓના કારણે હવે બ્રેઈન ટ્યુમર અસાધ્ય રહ્યો નથી. સમયસરની જાગૃતિ અને યોગ્ય સારવાર દ્વારા આ રોગ સામે વિજય મેળવી શકાય છે. ધી ગુજરાતકેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં બ્રેઇન ટ્યુમરના પાંચ વર્ષમાં ૧૩૨૭ કેસો નોંધાયા છે. જ્યારે વિશ્વમાં દર વર્ષે ૩ લાખથી વધુ અને ભારતમાં ૩૨ હજારથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યાં છે. બ્રેઈન ટ્યુમર સામે GCRIએ ‘વર્લ્ડ ક્લાસ’ જંગ છેડ્યો છે. વહેલું નિદાન એ જ જીવન બચાવવાની ચાવી હોવાનું જણાય છે. બ્રેઈન ટ્યુમર મુખ્યત્વે બે પ્રકારના હોય છે જેમાં સૌમ્ય અને જીવલેણ . તે તમામ ઉંમરની વ્યક્તિઓને અસર કરી શકે છે. આ કેન્સરના મુખ્ય કારણો જીનેટિક મ્યુટેશન અને વારસાગત કૌટુંબિક ઇતિહાસ, હાઈ-ડોઝ રેડિયેશનનું એક્સપોઝર અને નબળી રોગપ્રતિકારક શક્તિ, ઔદ્યોગિક રસાયણો અને અમુક વિશિષ્ટ વાયરલ ઇન્ફેક્શન છે. અમદાવાદ સ્થિત ‘ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (GCRI) ખાતે બ્રેઈન ટ્યુમર અને જટિલ ન્યુરોવાસ્ક્યુલર રોગોની સારવાર માટે વિશ્વસ્તરીય અને અત્યાધુનિક સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. GCRIના જણાવ્યા અનુસાર, “અમારો ધ્યેય કેન્સરના દર્દીઓને એક જ છત નીચે વૈશ્વિક સ્તરનું ચોક્કસ નિદાન અને સંપૂર્ણ સારવાર પૂરી પાડવાનો છે, જેથી દર્દીઓએ અન્ય કોઈ જગ્યાએ બીજે ક્યાં એ જવું ન પડે.” GCRI ઇન્ટ્રાઓપરેટિવ ઈમેજિંગ ટેન્કોલોજી દ્વારા વધુ સુરક્ષિત અને ચોકસાઈભરી સારવાર આપે છે, જેમાં સામેલ છે ટ્રેક્ટોગ્રાફી, એકઝોસ્કોપ, નેવિગેશન સિસ્ટમ, પોર્ટેબલ સીટી સ્કેન, CUSA, અદ્યતન ડિજિટલ માઇક્રોસ્કોપ અને આધુનિક લિનિયર એક્સિલરેટર છે. CyberKnife અને અદ્યતન સુવિધાઓ દ્વારા ખાસ કરીને મગજના સંવેદનશીલ ભાગોમાં આવેલી જટિલ સ્થિતિઓ જેવી કે, નાનાથી મધ્યમ તેમજ મગજમાં ઊંડે આવેલા AVM , Eloquent Region AVM (બોલવા કે ચાલવા સાથે સંબંધિત મગજનો ભાગ), Cavernous Hemangioma (સ્ટ્રોબેરી જેવી દેખાતી લોહીની નળીઓની ગાંઠ) અને Hemangioblastoma ની સફળ સારવાર કરવામાં આવે છે. બ્રેઈન ટ્યુમર ચોક્કસપણે ગંભીર છે, પરંતુ તે અજેય નથી. જાે લક્ષણો વહેલા ઓળખાય અને વિલંબ કર્યા વગર નિષ્ણાતોની સલાહ લેવાય, તો આધુનિક ટેકનોલોજીના સહારે કિંમતી જીવન ચોક્કસપણે બચાવી શકાય છે. ‘વહેલું નિદાન એ જ શ્રેષ્ઠ બચાવ છે’.



