
ઘટનામાં ૪ લોકો ઈજાગ્રસ્ત મેટ્રોના પિલરનો સિમેન્ટ બ્લોક ઓટો રિક્ષા અને કાર પર પડ્યો મુંબઈના મુલુંડ વિસ્તારમાં મેટ્રો પિલરનો સિમેન્ટનો એક બ્લોક તૂટીને નીચે ઓટો રિક્ષા અને કાર પર પડ્યો હતા
મુંબઈના મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં શનિવારે બપોરે ભયાનક દુર્ઘટના ઘટી છે. અહીં ન્મ્જી રોડ પર બાંધકામ હેઠળના મેટ્રો પિલરનો સિમેન્ટનો એક બ્લોક અચાનક તૂટીને નીચે ઓટો રિક્ષા અને કાર પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં ૪ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ ઘટના જાેન્સન એન્ડ જાેન્સન કંપની પાસે બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના બપોરે આશરે ૧૨:૨૦ વાગ્યે સર્જાઈ હતી. દુર્ઘટનામાં ઓટોમાં સવાર ૩થી ૪ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દુર્ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, મેટ્રોના કર્મચારીઓ, વોર્ડ સ્ટાફ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
રાહત અને બચાવ કાર્ય તરત જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે આસપાસના વિસ્તારને ઘેરી લઈને ટ્રાફિકને ડાયવર્ટ કર્યો છે અને ઘટનાસ્થળેથી સિમેન્ટના આ બ્લોકને હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. હાલમાં પોલીસ અને સંબંધિત એજન્સીઓ દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહી છે. એ પણ જાેવામાં આવી રહ્યું છે કે નિર્માણ કાર્ય દરમિયાન સુરક્ષા માપદંડોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ.




