
૯૦ દિવસ સુધી લગાવ્યો પ્રતિબંધ ઇન્ડસ્ટ્રિયલ, કોમર્શિયલ અને ઇન્સ્ટિટ્યૂશનલ યુઝર્સને પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ આ યુઝર્સે હવે પોતાની જરૂરિયાતનું ઇંધણ માત્ર બલ્ક સેલ પોઈન્ટ્સ (Bulk Sale Points) પરથી જ ખરીદવું પડશે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે પેટ્રોલ-ડીઝલ પર ચર્ચા વધી ગઈ છે. જાે તમે રોજ પેટ્રોલ-ડીઝલ પુરાવો છો તો આ ખબર તમારા માટે જરૂરી હોઈ શકે છે.
સરકારે ઇન્ડસ્ટ્રિયલ, કોમર્શિયલ અને ઇન્સ્ટિટ્યૂશનલ યુઝર્સ માટે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ યુઝર્સે હવે પોતાની જરૂરિયાતનું ઇંધણ માત્ર બલ્ક સેલ પોઈન્ટ્સ (Bulk Sale Points) પરથી જ ખરીદવું પડશે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ વ્યવસ્થા આગામી ૯૦ દિવસ સુધી લાગુ રહેશે.
સરકારે આ પગલું એવા વિસ્તારોની માંગમાં અસામાન્ય વધારો જાેયા બાદ ઉઠાવ્યું છે, જ્યાં કેટલાય બલ્ક યુઝર્સ પેટ્રોલ પંપો પરથી ઇંધણ ખરીદી રહ્યા હતા. કિંમતોમાં તફાવત હોવાના કારણે મોટા યુઝર્સ રિટેલ આઉટલેટ્સ (પેટ્રોલ પંપો) તરફ વળી રહ્યા હતા. દિલ્હીમાં પેટ્રોલ પંપ પર ડીઝલની કિંમત ૯૫.૨૦ પ્રતિ લીટર છે, જ્યારે બલ્ક સેલમાં આની કિંમત ૧૩૪.૫૦ પ્રતિ લીટર છે. બંને કિંમતો વચ્ચે મોટો તફાવત હોવાના લીધે બલ્ક યુઝર્સ માટે પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદવું વધુ ફાયદાકારક સાબિત થઈ રહ્યું હતું.
કિંમતોમાં આ તફાવત એટલા માટે આવ્યો કારણ કે સરકારી તેલ કંપનીઓએ સામાન્ય યુઝર્સને રાહત આપવા માટે રિટેલ કિંમતોમાં નિયંત્રણ રાખ્યું. ફેબ્રુઆરીના અંતમાં મિડલ ઈસ્ટ સંકટ બાદ ઇંધણની પડતર કિંમત વધી હતી, પરંતુ તેનો પૂરો બોજ સામાન્ય ગ્રાહકો પર નાખવામાં આવ્યો ન હતો. જાે કે, સરકારનું કહેવું છે કે આ ર્નિણય ઇંધણ સપ્લાય વ્યવસ્થાને સંતુલિત બનાવી રાખવા માટે લેવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે આનાથી પેટ્રોલ પંપો પર સામાન્ય ગ્રાહકો માટે ઇંધણની ઉપલબ્ધતા જળવાઈ રહેશે અને સપ્લાય પરનું દબાણ ઓછું થશે. નોંધનિય છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જ્યાં સુધી મિડલ ઈસ્ટમાં સંપૂર્ણ શાંતિ ન સ્થપાય અને હોર્મુજ સ્ટેટ બધા માટે ખુલ્લુ મુકવામાં ન આવે ત્યાં સુધી પેટ્રોલના ભાવ અને પુરવઠાને લઈને સમસ્યાઓ આવતી રહેશે.



