
બુમરાહ-બિશ્નોઈના રેકોર્ડની કરી બરાબરી ICC રેન્કિંગ: દુનિયાનો નંબર વન બોલર બન્યો વરુણ ચક્રવર્તી.રવિ ૮માં નંબર પર છે અને અક્ષર પટેલ ૧૨માં નંબર.એશિયા કપ ૨૦૨૫માં ટીમ ઈન્ડિયા માટે રમી રહેલા ભારતીય ટીમના સ્પિનર બોલર વરુણ ચક્રવર્તીને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે. વરુણ ચક્રવર્તી દુનિયાનો નંબર વન T20 બોલર બની ગયો છે. વરુણ ત્રીજાે એવો ભારતીય બોલર છે જે T20 બોલિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. તેને આ સિદ્ધિ એશિયા કપમાં ICC સામેની ભારતીય ટીમની પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ પ્રાપ્ત થઈ છે. તેની પહેલા જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈએ આ કમાલ કર્યું હતું. વરુણ ચક્રવર્તી સિવાય માત્ર રવિ બિશ્નોઈT20 રેન્કિંગમાં ટોપ ૧૦માં જગ્યા બનાવનાર ભારતીય ખેલાડી છે.T20 માં રવિ હવે ૮માં નંબર પર છે અને અક્ષર પટેલ ૧૨માં નંબરે છે. T20ની રેન્કિંગમાં પહેલા સ્થાને આવવુ વરુણ ચક્રવર્તી માટે એક મોટી ઉપલબ્ધિ છે. તે તમિલનાડુનો પહેલા ખેલાડી છે જે T20માં નંબર બોલર છે. વરુણ ચક્રવર્તીની T20 કારકિર્દીની વાત કરીએ તો આ ખેલાડીએ અત્યાર સુધી કમાલનું પ્રદર્શન કર્યું છે. ૩૪ વર્ષના આ બોલરે ૨૦૨૧માંT20 આંતરરાષ્ટ્રીયમાં ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડીએ અત્યાર સુધી ૨૦ T20 મેચ રમી છે અને તેણે ૩૫ વિકેટ હાસિલ કર્યા છે. વરુણની T20માં ઇકોનોમી રેટ માત્ર ૬.૮૩ છે અને તે ૨ વાર T20 માં પાંચ વિકેટ હાસિલ કરી ચૂક્યો છે. વરુણ ચક્રવર્તી એશિયા કપમાં પણ ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ છે. તેણે બંને મેચોમાં બે વિકેટ હાંસલ કરી છે, પણ તેની ઈકોનોમી રેટ સારી છે. મોટી વાત એ છે કે વરુણ પાવરપ્લેથી લઈને ડેથ ઓવર્સમાં પણ સારી બોલિંગ કરી શકે છે. દુબઈ અને અબુ ધાબીની પિચો સ્પિનરો માટે યોગ્ય છે અને વરુણ ત્યાં વિકેટો લઈને તબાહી મચાવી શકે છે. હાલમાં ટીમ ઈન્ડિયાની બંને મેચમાં કુલદીપ યાદવે ૨ મેચોમાં ૭ વિકેટ લઇને કમાલ કરી હતી. ICC સામેની મેચમાં તેણે ચાર વિકેટ અને પાકિસ્તાન સામે ત્રણ વિકેટ લીધી હતી. હવે એ જાેવાનું બાકી રહ્યું કે આગળની મેચમાં વરુણનું પ્રદર્શન કેવું રહેવાનું છે.
